
મુંબઇ,મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત એક હજારને પાર કરી રહી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૦૮૬ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ દર્દીનું મોત થયું છે. નવા દર્દીઓના આગમન બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૫૭૦૦ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં ૧૩ એપ્રિલના રોજ નવા ૪૧૭ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૨૦૮૭એ પહોંચી છે.અમદાવાદમાં ૧૩૬, મહેસાણામાં ૪૬, વડોદરામાં ૨૯, સુરતમાં ૨૮, વડોદરા ગ્રામ્યમાં ૨૬, સુરત ગ્રામ્યમાં ૨૩, વડોદરા ગ્રામ્યમાં ૨૬, પાટણમાં ૨૦, ભરૂચમાં ૧૫, વલસાડમાં ૧૪, ગાંધીનગરમાં ગ્રામ્યમાં ૧૨ , ગાંધીનગરમાં ૦૭, રાજકોટમાં ૦૭, રાજકોટ ગ્રામ્યમાં ૦૬, આણંદમાં ૦૫, મોરબીમાં ૦૫, સાબરકાંઠામાં ૦૫, ભાવનગરમાં ૦૪, કચ્છમાં ૦૪, અમદાવાદ ગ્રામ્યમાં ૦૩, ગીર સોમનાથમાં ૦૩, નવસારીમાં ૦૩,સુરેન્દ્રનગરમાં ૦૩, દાહોદમાં ૦૨, જામનગરમાં ૦૨, ખેડામાં ૦૨, દાહોદમાં ૦૨, જામનગરમાં ૦૨, ખેડામાં ૦૨, પંચમહાલમાં ૦૨, પોરબંદરમાં ૦૨,અમરેલીમાં ૦૧, અરવલ્લીમાં ૦૧ અને ભાવનગર ગ્રામ્યમાં ૦૧ કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ ૯૮.૯૯ ટકા થયો છે. તેમજ કોરોનાથી ૩૨૨ દર્દી સાજા થયા છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક ૨૦ થી ૨૨ હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા ૧ લાખ ૭૫ હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે દર મહીને ૪૦૦૦ થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે સોટવેર વિક્સાવ્યું છે.