સુરત,સુરતમાં ગટર સાફ કરતી વખતે કામદારનું મોત થયુ છે. અલથાણના ભીમરાડ રોડ પર એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફ કરવા મજૂર ઉતર્યા હતા. બેઝમેન્ટના પાર્કિંગમાં આવેલા ય્સ્ બેક્ધ્વેટ હોલની ગટર સાફ કરવા ત્રણ મજૂર ઉતર્યા હતા. આ દરમિયાન ત્રણેય મજૂરો ફસાયા હતા.
આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. જે પૈકી ૨ કામદારોને બચાવી લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. પરંતુ એક શ્રમિકનું મોત થયુ હતુ. કોઈપણ પ્રકારની સેટી વગર કામદારોને ગટર સાફ કરવા ઉતારાયા હતા. ઘટના બાદ બેક્ધવેટના સંચાલકો ફરાર થઈ ગયા હતા. ગટરમાં ફસાયેલ શ્રમિકો ન મળતા સ્થાનિકો દ્વારા ફાયર ને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ગટરમાં ફસાયેલ ત્રીજા મજુરને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ ત્રીજા મજુરનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગટર ખુબજ ઊંડી હોવાથી ઓક્સિજન નો બાટલા સાથે ફાયરના જવાનો ગટરમાં ઉતાર્યા હતા. ભારે જેમત બાદ ફાયરના જવાનોએ બે શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર ની ટીમ દ્વારા શ્રમિકોને બહાર કઢાવ્યા બાદ તેની સ્થિતી ખૂબ જ નાજુક હતી. શ્રમિકો ગટરની અંદર ગુગળામણને કારણે શ્રમિકો બેભાન સ્થિતિ હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લઇ ફાયર વિભાગના જવાનો દ્વારા યુવકને ભાનમાં લાવવા માટે ચેસ્ટ ફિશિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જોકે યુવકની હાલ તો બધું ગંભીર થતી હોવાથી તાત્કાલિક ૧૦૮ ની મદદ થી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.