- દિપડાને પાંજરે પુરવા પાંચ ટીમ કામે લાગી.
- સુરત વન વિભાગની એકસપર્ટ ટીમ જંગલમાં ઘામા નાખ્યા.
- દિપડો પાંજરે પુરવામાં નિષ્ફળતા માટે વન વિભાગના અધિકારીએ બચાવ કર્યો.
- દિપડાના આંતકને ગંભીરતા થી લઈ એકસપર્ટ ટીમની મદદ લેવાઈ.
- ગોયાસુંડલ ગામ તેમજ આસપાસના ગામોમાં ગતરાત્રીના સમયે દિપડો દેખાતો હોવાનું સ્થાનિકો એ જણાવ્યું.
- એકસપર્ટ ટીમ દ્વારા અગાઉ મૂકવામાં આવેલ પાંજરાના સ્થળ બદલવામાં આવ્યા.
- છેલ્લા ૨૪ કલાક થી કામે લાગેલ એકસપર્ટ ટીમ છતાં હજુ દિપડો પકડાયો નથી.
ગોધરા,
ધોધંબા તાલુકામાં માનવભક્ષી દિપડાના આંતક ચાલુ રહ્યો છે. દિપડાને પકડવામાં સ્થાનિક વન વિભાગ નિષ્ફળ રહેતા દિપડાને પકડવા માટે સુરત વન વિભાગની એકસપર્ટ ટીમ તેમજ દે.બારીઆ વન વિભાગના વનકર્મીઓની મદદ લેવાઈ છે. હાલ દિપડાને પકડવા માટે પાંચ અલગ અલગ ટીમો કામે લાગી છે. ધોધંબા પંથકના જંગલ વિસ્તારોના ગામોમાં છેલ્લા ૧૦ દિવસ થી આદમખોર માનવભક્ષી દિપડાનો આતંક ચાલુ રહ્યો છે. દિપડાને પકડવા માટેના સ્થાનિક વન વિભાગના પ્રયાસો છતાં દિપડો પાંજરે પુરાતો નથી કે તેના સગળ મળી રહ્યા નથી.
ત્યારે પંચમહાલ જીલ્લાના વન વિભાગ દ્વારા આદમખોર દિપડાને પકડવા માટે સુરત વન વિભાગની એકસપર્ટ ટીમને બોલાવવામાં આવી છે. તેમજ દે.બારીઆ વન વિભાગની મદદ લેવામાં આવી છે. ધોધંબા જંગલ વિસ્તારોના ગામોમાં દેખાતા દિપડાને પાંજરે પુરવા માટે સુરત ખાતેથી આવેલ એકસપર્ટ ટીમ દ્વારા અગાઉ દિપડાને પાંજરે પુરવા માટે જે પાંજરા મુકવામા આવ્યા હતા. તેના સ્થળો બદલવામાં આવ્યા છે અને દિપડાના સંભવિત અવરજવાના વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
ધોધંબા જંગલ વિસ્તારના ગામોમાં સુરત વન વિભાગની એકસપર્ટ ટીમના દિપડાને પાંજરે પુરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેની વચ્ચે ગતરાત્રી એ તરવટીયા ગામમાં ગત રાત્રીના સમયે ખેતરોમાં કામ કરતાં ખેડુતોને દિપડો દેખાયો હોવાનું જણાવી રહ્યા છે. ખેડુતો દ્વારા દિપડાનો પ્રતિકાર કરતાં દિપડો નાશી છુટીયો હતો. જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં દિપડાનો ભય ગ્રામજનોમાં એવો પેસી ગયો છે તે દિવસે પણ દિપડાના ડરથી ભયના ઓથાર હેઠળ જીવ રહ્યા છે. ખેડુતો ખેતરમાં જઈ શકતા નથી. હાલ રવિ સીઝનમાં ખેતરોમાં ઉભા પાક છે પરંતુ ખેડુતો દિપડાના ડરથી ખેતરોમાં જતા ન હોવાથી ખેડુતોના પાકોનું ભેલાણ થઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહયું કે દિપડાને પાંજરે પુરવા માટે સુરત વન વિભાગની એકસપર્ટ ટીમની મદદ લેવાઈ છે. તે કેટલી સફળ રહે છે.શાતિર દિપડો પાંજરે પુરાય તો ગ્રામજનોમાં ભય ઓછા થાય તેમ છે. અને દિપડાના હુમલા બંધ થાય તેમ લાગી રહ્યું છે.
ખેડુતો દિપડાના ભય થી ખેતરોમાં જઈ નહિ શકતા પાકનું ભેલાણ….
ધોધંબા તાલુકો જંગલને અડીને આવેલ છે. ગામોમાં દિપડાનો આંત ચાલુ છે. જેને લઈ દિપડાના ભયને લઈ ખેડુતો ખેતરોમાં જઈ શકતા નથી. જેને લઈ ઉભા પાકનું ભેલાણ થઈ રહ્યું છે.
ધોધંબા પંથકમાં આતંક મચાવતાં દિપડાની ઉંમર ૬ વર્ષ અને એક જ દિપડો હોવાની પુષ્ટી….
ધોધંબા પંથકમાં છેલ્લા ૧૦ દિવસથી આદમખોર દિપડા એ આતંક મચાવી મૂકયો છે. માનવભક્ષી બનેલ દિપડાને અત્યાર સુધી બે બાળકોને મોતને ધાટ ઉતાર્યા છે. ૭ જેટલી વ્યકિતને ઈજાઓ પહોંચી છે. આવા આદમખોર દિપડાની ઉંમર ૬ વર્ષની હોવાની વન વિભાગે પુષ્ટી કરી છે અને ધોધંબા અંતરીયાળ વિસ્તારમાં આતંક દિપડાનો ફેલાયો છે. તે એક દિપડો પંથકમાં ફરી રહ્યો છે.
દિપડાને પકડવા સુરત અને દે.બારીઆથી ટીમ બોલાવવામાં આવી છે : હાલ પાંચ ટીમ કાર્યરત છે….
ધોધંબાના કાંટાવેડા, ગોયાસુંડલ, જાબુવાણિયા ગામે દિપડાના હુમલાના બનાવો બન્યા છે. જેને લઈ વન વિભાગ દ્વારા સુરત વન વિભાગ અને દે.બારીઆ ખાતેથી દિપડાને પકડવા માટે ટીમ બોલાવી છે. હાલમાં વન વિભાગની પાંચ ટીમ દિપડાનું પગે મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. દિપડાના ફુટ ફિંગરના આધારે તપાસ કરવામાં આવી રહી છે. દિપડાના જીવમેન્ટ ઉપર નજર રાખવા પાંચ નાઈટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા છે. સાથે જંગલમાં અગાઉ મૂકવામાં આવેલ પાંજરાની જગ્યા દિપડાની અવરજવરના સંભવિત સ્થાનો ઉપર ગોઠવવામાં આવ્યા છે. તેમ છતાં દિપડો શાતિર પ્રાણી હોવાની મારણ કરી સ્થળ છોડીને બીજા સ્થળે ચાલ્યો જાય છે.
ગતરાત્રી એ તરવટીયા ગામે દિપડા દેખાયો હોવાનું સ્થાનિકો એ જણાવ્યું ….
ધોધંબાના તરવટીયા ગામે ગત રાત્રી એ ખેડુત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે દિપડો દેખાયો હતો. આસપાસના ખેતરોમાં કામ કરતાં ખેડુતો એ પ્રતિકાર કરતાં દિપડો નાશી છુટીયો હતો. તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.