ગરબાડા રોહિતનાવાસ એકતા સંગઠન દ્વારા બાબા સાહેબ આંબેડકરના 132માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

  • ગરબાડા ધારાસભ્ય તેમજ પાર્ટી પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા.

ગરબાડા,ગરબાડા તાલુકાના રોહિત વાસ ખાતે ગરબાડા ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા સરપંચની ઉપસ્થિતિમાં રોહિતવાસ એકતા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132માં જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને ગરબાડા પાર્ટી પ્રમુખ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મરણોને યાદ કર્યા હતા અને રોહિતવાસ એકતા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો. બાબા સાહેબ આંબેડકરને 132 ની જન્મ જયંતી નિમિત્તે રોહિતવાસ એકતા સંગઠન દ્વારા ગરબાડા નગરમાં રેલી પણ યોજી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉત્સાહબેર ઉજવણી કરવામાં આવી હતી.