પોલીસે નાની છાયણ ગામેથી રૂા.2,880/- નો વિદેશી દારૂ ઝડપી મહિલા સામે ગુનો નોંધ્યો

દાહોદ,તારીખ 12મી એપ્રિલ 2023 રૂલર પોલીસ નાની છાયણ ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે નાની છાયણ ગામે નિશાળ ફળિયામાં રહેતી સુમીબેન રતનસિંહ ભુરીયા નામની મહિલા તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી તેનું છૂટકમાં વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે રૂલર પોલીસે નાની છાયણ ગામના નિશાળ ફળિયામાં રહેણાંક મકાનમાં રેડ કરતા રૂલર પોલીસને દેખી વિદેશી દારૂનું વેચાણ કરનાર મહિલા ભાગી જવામાં સફળ રહી હતી. ત્યારે પોલીસે તેના ઘરમાં થેલામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની 24 નંગ બોટલો ઝડપી પાડી હતી અને વિદેશી દારૂનું વેચાણ કરનાર સુમિબેન રતનસિંહ ભુરીયા નામની મહિલા સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી રૂલર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી