જાલત ગામેથી BSNL અને વોડાફોન ટાવરની બેટરીઓ તેમજ કેબલો મળી રૂા.13 હજારની ચોરી થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દાહોદ,\દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે રહેતા બળવંતસિંહ મકનસિંહએ કતવારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ 15/3/2023 નારોજ તેમના ટેકનિશિયનનો તેમના ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે જાલત ગામના ગામફળિયામાં આવેલા vodafone ઇન્ડેક્સ ટાવરના પાવર ડાઉન થતાં જાલતના ટાવર ઉપર આવ્યા હતા અને તપાસ કરતા ખુલ્લા બોક્સમાં મૂકેલી બેટરીઓ જણાતી ન હતી અને ચોરી થયેલા હોવાનું જણાવ્યું હતું અને ફરિયાદી પણ જાલત ગામના વોડાફોન ટાવર ઉપર આવી ગયા હતા અને વોડાફોન ટાવરના કમ્પાઉન્ડમાં આવેલા ઇન્ડોર સેન્ટરમાં ખુલ્લા બોક્સમાં મૂકીને રાખેલી બેટરીઓ જે અંદર જોવા ન મળી હતી અને કંપનીની જૂની વપરાયેલી 24 નંગ બેટરીયો તેમજ તેમાંથી 20 નંગની બેટરીઓની ચોરી થઈ હતી અને કેબલ વાયરની પણ ચોરી થઈ હતી. ત્યારે તેઓએ આ ચોરી અંગેની ફરિયાદ તારીખ 12-4-2023 ના રોજ કતવારા પોલીસ મથકે નોંધાવતા પોલીસે BSNL વોડાફોન ટાવરના કમ્પાઉન્ડમાંથી બેટરીઓ તેમજ કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરી અજાણ્યા ચોર ઈસમોને પકડવાના ચક્રોગતિમાન કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.