ચેક રિટર્ન કેસમાં ઘોઘંબા નામદાર કોર્ટે બે આરોપીઓને દંડ તથા એક વર્ષની સજા ફટકારી સમાજમાં દાખલા રૂપ ચુકાદો આવ્યો

ધોધંબા,ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી ગામે રહેતા અને ખેતી કરતા ધર્મેશભાઈ પટેલને હાલોલના નિલેશભાઈ ત્રિવેદી તથા ફાલ્ગુનીબેન ત્રિવેદી સાથે પારિવારિક સંબંધો હતા. બંને એકબીજાના ઘરે સારા નરસા પ્રસંગોમાં આવન જાવન કરતા હતા. તે દરમિયાન નિલેશભાઈ ત્રિવેદી તથા ફાલ્ગુની બહેન ત્રિવેદીને રૂપિયાની જરૂર પડતા ધર્મેશ પટેલે ચેક લઇ નિલેશ ત્રિવેદીને બે લાખ તથા ફાલ્ગુની બેનને અઢી લાખ હાથ ઉછીના આપ્યા હતા. ઉછીના આપેલા રૂપિયા આપવામાં વિલમ કરતા ફરિયાદી દ્વારા ચેકમાં રકમ ભરી ચેક બેંકમાં જમા કરાવ્યા હતા. જે ચેક બાઉન્સ થતાં ફરિયાદી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ રહેલા દિલીપભાઈ પરમાર એ યોગ્ય દલીલો કરી હતી. જેથી આ કેસમાં આરોપી નિલેશ ત્રિવેદીને બે લાખ દંડ તથા એક વર્ષની સજા કરાઈ હતી. જ્યારે ફાલ્ગુની બેનને અઢી લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી હતી. જો આરોપીઓ દ્વારા દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસની સજા ફટકારી સમાજને દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો.