જુના બારીયા ગામે અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનુ મોત

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના જુના બારીયા ગામે પગપાળા ચાલતા જતા છોકરાને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારતા જીવલેણ ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

દે.બારીઆ તાલુકાના જુના બારીયા ગામે એક અજાણ્યા વાહનચાલકે પુરઝડપે હંકારી લઈ આવી રોડ પર પગપાળા ચાલતા જઈ રહેલા ખાંડણીયા ગામના વેડ ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ બુધાભાઈ બારીયાના છોકરાને ટકકર મારી નાસી ગયો હતો. તે છોકરાને જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતુ. આ સંબંધે ખાંડણીયા ગામના વેડ ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ બુધાભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે દે.બારીઆ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.