બીજેપી નેતાઓની દીકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે તો લવ, બાકીના ’જેહાદ’ કરે છે – મુખ્યમંત્રી બઘેલ

બિલાસપુર,લવ જેહાદને લઈને સીએમ ભૂપેશ બઘેલે બીજેપી પર જોરદાર હુમલો કર્યો છે. ભાજપના નેતાઓ પર નિશાન સાધતા સીએમ બઘેલે કહ્યું કે છત્તીસગઢના મોટા નેતાઓની દીકરીઓએ મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે, શું આ લવ જેહાદ નથી? સીએમ બઘેલ અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે છત્તીસગઢના સૌથી મોટા બીજેપી નેતાની પુત્રી ક્યાં છે, કોની સાથે છે? જો તેમની દીકરીઓ લવ કરે છે અને અન્ય જેહાદ કરે છે, તો ત્યાં પણ ભાજપે વિરોધ કરવો જોઈએ અથવા તેમને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂતપૂર્વ સીએમ ડૉ. રમણ સિંહે છેલ્લા ૧૫ વર્ષમાં રાજ્યને પછાતમાં ધકેલી દીધું છે.

સીએમ બઘેલે આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ પોતાના મોટા જમાઈઓને મંત્રી, સાંસદ બનાવે છે અને બીજા માટે બીજો કાયદો બનાવે છે? ભાજપ માત્ર રાજકીય રોટલા શેકવા માંગે છે. ભાજપ ધર્માંતરણ અને કોમવાદ પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.

સીએમ બઘેલે બેમેટારાના બિરાનપુર કેસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે બિરાનપુરની ઘટના દુ:ખદ છે, પરંતુ ભાજપ તેના પર રાજકીય રોટલા શેકી રહી છે. આ મામલે ભાજપના નેતાઓ ટોળા સાથે સીધા ગામમાં પહોંચ્યા હતા. અહીં ભાજપનો ઉદ્દેશ્ય શાહુ પરિવારની વેદના ઘટાડવાનો ન હતો, પરંતુ રાજકીય રોટલા શેકવાનો હતો.