લખનૌ,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત માફિયા અતીક અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે . ઈડીએ અતીકના ૧૫ સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન ચલાવીને આશરે ૭૫ લાખની કિંમતનું દેશી અને વિદેશી ચલણ જપ્ત કર્યું છે . આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ જમીનો અતીક અહેમદની બેનામી સંપત્તિ છે અને તે ગુનાહિત પ્રવુતી આચરીને હસ્તગત કરવામાં આવી હતી.
ઈડી અને ઈન્ક્મટેક્સ વિભાગની આ તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અહેમદે બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ અને પ્રોપર્ટી ડીલરો દ્વારા પોતાના કાળા નાણાને સફેદમાં ફેરવી નાખ્યું છે. આ ઉપરાંત અતીક અને તેના નજીકના લોકો પાસેથી ઘણી જમીનોની રજિસ્ટ્રી અને ઘણી કંપનીઓના દસ્તાવેજો મળી આવ્યા છે. આમાં આતિકે તેના નજીકના લોકોના નામે કરોડોની કિંમતની અમૂલ્ય જમીન મેળવી છે.
આ જ રીતે, વિવિધ કંપનીઓના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, આતિકના કેટલાક સંબંધીઓ આ કંપનીઓમાં એમડીથી લઈને ડિરેક્ટર સુધીના છે. કંપનીના એક દસ્તાવેજમાં અતીકની પત્ની શાઈસ્તા પરવીન અને મોટો પુત્ર ઉમર ડાયરેક્ટર છે. તેમજ આ તપાસમાં અતીકના સ્થળો પરથી ૫૫ કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદેસર વ્યવહારોના પુરાવા મળ્યા છે. આ સંદર્ભે ઈડી ના અધિકારીઓએ અતીકના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, આ તમામ કંપનીઓ ડમી છે. તેમાં અલગ-અલગ લોકો છે જેઓ તેમનામાં નાણાંનું રોકાણ કરે છે.
તમામ સ્થળોએ જ્યારે ઈડીની ટીમે સવારે પાંચ વાગ્યે દરવાજો ખટખટાવ્યો ત્યારે લોકો આંખો ચોળીને બહાર આવ્યા હતા, આ દરમ્યાન ઈડી ના અધિકારીઓએ પોતાનો પરિચય આપતાની સાથે જ તેમની ઉંઘ ઉડી ગઈ હતી. જણાવી દઈએ કે તે જ સમયે ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી જેલમાંથી અતીક અહેમદ સાથે પ્રયાગરાજ આવી રહી હતી. ઈડી ના સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦૦થી વધુ પ્રોપર્ટીના કાગળો મળી આવ્યા છે. આ સિવાય ૨૦૦ જેટલા બેંક ખાતાઓ પણ શંકાસ્પદ જણાયા છે. દર મહિને આ બેંક ખાતાઓમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.
જે ડમી કંપનીઓનો પર્દાફાશ થયો છે તેમાં મેસર્સ જાફરી એસ્ટેટ લિમિટેડ,ફના એસોસિએટેડ પ્રાઇવેટ લિમિટેડ,એમજે ઇન્ફ્રા ગ્રીન પ્રાઇવેટ લિમિટેડ,એમજે ઇન્ફ્રા હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ,એમજે ઇન્ફ્રા લેન્ડ, એલએલપી,એમજે ઇન્ફ્રા એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ,એફ એન્ડ એ એસોસિયેટ પ્રાઇવેટ લિમિટેડ,અલીના શહેર- ફેઝ ૧, ગામ બિરામપુર,અલીના સિટી-ફેઝ ૨, ગામ બિરામપુર,અહેમદ શહેર, ગામ બક્ષી અને દામુપુર,અસદ શહેર, ગામ સૈયદપુર(બખ્શી),સાંઈ બિહાર યોજના, ગામ રાવતપુર(લખનપુર),રોશનબાગ શોપિંગ કોમ્પ્લેક્સ,સૈયદપુર આવાસ યોજના, સૈયદપુર કરેનહાડા,લખનપુર આવાસ યોજના, લખનપુર,સૈયદપુર ગામ યોજના, ગામ સૈદપુર સાામેલ છે.