હૈદરાબાદ,શિવસેનામાં બળવો પોકારનારા એકનાથ શિંદે અંગે આદિત્ય ઠાકરેએ એક મોટો ખુલાસો કર્યો છે. આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે એકનાથ શિંદે માતોશ્રી આવ્યા હતા અને રડી પડ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, શિંદેએ કહ્યું હતું કે ભાજપને સાથ ન આપ્યો હોત તો મારી ધરપકડ કરી લેવામાં આવી હોત. આવું પહેલીવાર છે કે જ્યારે આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર વ્યક્તિગત રીતે પ્રહાર કર્યા.
હૈદરાબાદની એક દિવસની મુલાકાત દરમિયાન ગીતમ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં તેમણે કહ્યું કે શિવસેનામાં ભાગલા પડે તે પહેલા એકનાથ શિંદે માતોશ્રી આવ્યા હતા. ઠાકરેએ આગળ કહ્યું કે શિંદે અહીં આવીને ખૂબ રડ્યા અને તેમના ચહેરા પર ભાજપનો ડર સ્પષ્ટ દેખાતો હતો. આદિત્યએ કહ્યું કે આ ૪૦ લોકો તેમની સીટ માટે, પૈસા માટે ગયા. વર્તમાન મુખ્યમંત્રી મારા ઘરે આવીને રડવા લાગ્યા. તેનું મુખ્ય કારણ હતું કે તેમને કેન્દ્રીય તપાસ એજન્સી અરેસ્ટ કરવાની તૈયારી કરી રહી હતી.