ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટરને નવસારીથી શોધી કઢાયો

ભરૂચ,ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા , મારામારી અને દારૂના વેપલાના અનેક ગુનાઓનો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ઓળખ અને હકીક્ત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ શખ્શ બે-બે વાર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસને પડકાર ફેંકનાર આ ગુનેગારને આખરે તેની અસલ મંઝિલે પહોંચાડી દેવાયો છે.

પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પેરોલ-ફર્લો જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાવી છે. કાયદો અને વ્યવસ્થાનેમજાક બનાવી જેલની સજાનો હુકમ હોવા છતાં ફરાર થઇ ગયેલા આ ગુનેગારોને પકડી પાડી જેલના સળિયા ગણતા કરવા અધિકારીઓએ વિશેષ સૂચના આપી છે. આ ફરાર આરોપીઓને પકડવા પીએસઆઇ વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમે પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલા આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપી શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણેપોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુણ ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝગડીયાની સ્ઢ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી. ગુનામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી દિન  ૧૪ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાન તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા એ હળી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.આ ગુનામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિન  ૦૭ ના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો.