- ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં દિપડાના આતંક યથાવત.
- ઘોઘંંબાના પીપળીયા અને જબુવાણિયામાં દિપડાના હુમલાના બે બનાવો.
- ભયના ઓથારા હેઠળ શ્ર્વાસ લેતાં ગ્રામજનો.
- આદમખોર દિપડાએ પીપળીયામાં ૭૨ વર્ષીય વૃધ્ધા ઉપર હુમલો.
- જબુવણિયા ગામે કુદરતી હજાતે ગયેલ ૪૫ વર્ષીય વ્યકિત ઉપર હુમલો.
- માત્ર બે જ નાઈટ વિઝન કેમેરા મૂકી દિપડાને પકડવાના નિષ્ફળ પ્રયાસો.
- આદમખોર દિપડો વધુ લોકોના જાન લે તે પહેલા પાંજરે પુરાય તેવી ગ્રામજનોની માંગ.
- માજી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા વનમંત્રી ગણપત વસાવાને રજુઆત.
ગોધરા,
ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં દિપડાના આતંક વધી રહ્યો છે. ઘોઘંબા પંથકના બે ગામોમાં બે માસૂમ બાળકો ઉપર દિપડા એ હુમલો કરી મોતને ધાટ ઉપાર્યો છે. તેમજ છ જેટલી વ્યકિતને દિપડાના હુમલામાં ઈજાગ્રસ્ત પણ થયેલ છે. તેમ છતાં વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ આદમખોર દિપડાને પકડવા માટે પાંજરા મૂકી તેમજ નાઈટ વીઝન કેમેરા મૂકીને દિપડાને પાંજરે પુરાવાની રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે પણ હજુ દિપડાના હુમલામાં વધુ બે વ્યકિત ઈજાગ્રસ્ત થયા છે. તેમ છતાં વન વિભાગ આદમખોર દિપડાને પકડવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ઘોઘંબા તાલુકાના કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામમાં આદમખોર દિપડા એ એક ૮ વર્ષીય બાળક અને પાંચ વર્ષીય બાળક ઉપર હુમલો કરી મોતને ધાટ ઉતાર્યાના બનાવ બનવા પામ્યો છે. બનાવને એક સપ્તાહ જેટલો સમય વિતવા છતાં વન વિભાગ દ્વારા આદમખોર માનવભક્ષી બનેલ દિપડાને પાંજરે પુરવામાં નિષ્ફળ રહ્યા છે. વન વિભાગ દ્વારા કાંટાવેડા ગામ પાસે તેમજ ગોયાસુંડલ ગામ સહિત અન્ય ચાર સ્થળો એ મળી છ જેટલા પાંજરાઓ દિપડાને પકડવામાં માટે ગોઠવવામાં આવ્યા છે. તેમ છતાં દિપડો પાંજરે પુરાતો નથી સાથે આદમખોર દિપડાના હુમલાઓ વધી રહ્યા છે.
ઘોઘંબા તાલુકરાન સીમલીયા નજીક આવેલા પીપળીયા ગામે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધા પોતાના ઘરમાં તાપણાં આગળ બેઠેલ હતા. દરમ્યાન આદમખોર દિપડાને વૃદ્ધા ઉપર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘરમાં દિપડા એ હુમલો કરતાં વૃદ્ધાએ બુમરાણ મચાવતાં વૃદ્ધાનો બચાવ થયો હતો. વૃદ્ધાને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે ઘોઘંબા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બારીયા ચીખલીબેન મોહનભાઈને વડોદરા ખસેડવામાં આવ્યા છે.
જ્યારે આજરોજ ઘોઘંબાના જબુવાણિયા ગામે રહેતા ૪૫ વર્ષીય યુવાન ઘર નજીક કુદરતી હજાત માટે સીમમાં ગયો હતો. દરમ્યાન આદમખોર દિપડા એ હુમલો કરતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. યુવાને દિપડાના હુમલાથી બૂમાબુમ કરી મૂકતા જીવ બચાવા પામ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘોઘંબા પંથકમાં આદમખોર માનવભક્ષી બનેલ દિપડાના હુમલાના ભોગ લોકો બની રહ્યા છે. તેમ છતાં વન વિભાગ દિપડાને પાંજરે પુરવા માટે માત્ર મથામણ કરતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી દિપડાનો આતંક વધ્યો છે. બે માસૂમ બાળોના દિપડાના હુમલામાં મોત નિપજાવા પામ્યા છે. જ્યારે એક બાળક સહિત વધુ બે વ્યકિત દિપડાના હુમલાના ભોગ બન્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા આદમખોર માનવભક્ષી બનેલ દિપડાને પાંજરે પુરે તેવી ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
અંતરીયાળ ગામોમાં એક સપ્તાહમાં બે માસૂમ બાળકોના મોત અને ત્રણ વ્યકિતને ઘાયલ કરતાં દિપડાને ઝડપી લેવાશે ખરો ?
ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં આદમખોર માનવભક્ષી દિપડાના હુમલાઓ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં બે માસૂમ બાળકોના ભો દિપડા એ લીધા છે. જ્યારે ૧ બાળકને ગંભીર ઈજાઓની એક દિવસમાં સામે આવી હતી. દિપડાના હુમલા વધતા વન વિભાગે પાંજરા મૂકી દિપડા પકડવાની કામગીરી હાથ ઘરી છે. પરંતુ દિપડો પાંજરે પુરાતો નથી પણ દિપડાના હુમલા વધી રહ્યા છે. ૧૭ ડિસેમ્બરના રોજ ઘરમાં બેઠેલ ૭૨ વર્ષીય વૃદ્ધા ઉપર દિપડા એ હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. જ્યારે જબુવાણિયા ગામના ૪૫ વર્ષીય યુવાન કુદરતી હજાતે જતાં દિપડાના હુમલાનો ભોગ બન્યો છે. ત્યારે હવે દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આદમખોર દિપડાને પાંજરે પુરવાની કામગીરી વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન વિભાગને સોંપવા માંગ
ઘોઘંબા પંથકમાં આદમખોર માનવભક્ષી બનેલ દિપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા છ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. પાંજરામાં બકરી મૂકીને પકડવાના પ્રયાસો કરવામાં આવવા છતાં પાંજરા માંથી બકરીનંું મારણ કરી દિપડો પલાયન થઈ જાય છે. આમ, દિપડો પાંજરે ન પુરાતાં દિપડાના સધળ મેળવવા માટે નાઈટ વિઝન બે કેમેરા ગોઠવવામાં આવ્યા છે. હજુ પણ દિપડો કેમેરામાં પકડાઈ રહ્યો નથી. તેની વચ્ચે વધુ બે દિપડાના હુમલાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે ઘોઘંબા પંથકમાં આદમખોર બનેલ દિપડાને પકડવાની કામગીરી જીલ્લામાં વાઈલ્ડ લાઈફ પ્રેાટેકશન કરતા વિભાગ ને સોંપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વન વિભાગ દિપડાને પાંજરે પુરવામાં નિષ્ફળ : વધુ બે હુમલા
વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને તેમજ નાઈટ વિઝન કેમેરા ગોઠવીને આદમખોર દિપડાને પાંજરે પુરવાની રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે દિપડાના હુમલામાં વધુ બે વ્યકિત ભોગ બન્યા છે. વન વિભાગ આદમખોર દિપડાને પકડવા માટે પ્રયાસો કરવા નિષ્ફળ જણાઈ રહયું છે. આદમખોર દિપડો વધુ લોકોના જાન લે તે પહેલા પાંજરે પુરાય તે જરૂરી છે.
દિપડાના હુમલાની ઘટના અંગે બે દિવસ અગાઉ વનમંત્રીને કરાઈ હતી રજુઆત
ઘોઘંબા પંથકમાં દિપડાના હુમલાઓ વધી રહ્યા છે. તેમાં પણ આદમખોર દિપડો માનવ વસ્તીમાં લોકો ઉપર હુમલો કરવાના કિસ્સાો પ્રતિદિન વધી રહ્યા હોય ઘોઘંબા પંથકમાં દિપડાના હુમલામાં છ જેટલા વ્યકિતઓને મોતને ધાટ ઉતાર્યા છે. જેને લઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણ દ્વારા વનમંત્રી ગણપત વસાવાને રજુઆત કરી હતી અને દિપડાના હુમલાઓ વધી રહ્યા છે. તેમ છતાં વન વિભાગના અધિકારી ધ્યાન દોરતા ન હોવાની રજુઆત કરી હતી.
માત્ર પાંજરા મૂકી વન વિભાગ રાહતનો શ્વાસ લઇ રહી છે ??
ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં આદમખોર દિપડાના હુમલાના બનાવો વધી રહયા છે. કાંટાવેડા અને ગોયાસુંડલ ગામમાં બે માસૂમ બાળકોને ગંભીર ઈજાઓ કરી મોતને ધાટ ઉતાર્યા છે. જ્યારે એક માસૂમ બાળકને ગંભીર ઈજાઓ થયાની ધટના સામે આવી હતી. જેને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આદમખોર દિપડાને પાંજરે પુરવા માટે છ જેટલા પાંજરો ગોઠવવામાં આવ્યા હતા અને દિપડાને પકડવા માટે પાંજરામાં બકરું મૂકવામાં આવ્યું હતું. ત્યારે દિપડો પાંજરામાં મૂકલ બકરાનું મારણ કરી પાંજરામાંથી નાશી છુટીયો હતો. દિપડો ન પકડાતા વન વિભાગ એ નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમ છતાં દિપડો કેમેરામાં પકડાઈ રહ્યો નથી પણ દિપડાના હુમલાઓ યથાવત રહ્યા છે.
રિપોર્ટર : યોગેશ કનોજીયા