
- હાલમાં નીતિશ કુમાર સાથે માંઝીના સંબંધો સારા નથી ચાલી રહ્યા.
પટણા,બિહારના પૂર્વ સીએમ અને હિન્દુસ્તાની અવામ મોરચાના વડા જીતન રામ માંઝી આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. શાહ સાથે માંઝીની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બિહારના સીએમ નીતિશ કુમાર પોતે દિલ્હી પ્રવાસ પર છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા નીતીશ ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ માટે તેઓ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. માંઝીની પાર્ટી નીતિશ કુમારની મહાગઠબંધન સરકારમાં સામેલ છે,આવી સ્થિતિમાં અમિત શાહ સાથેની તેમની મુલાકાતના ઘણા રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે.
જીતન રામ માંઝી અમિત શાહને મળીને “માઉન્ટેન મેન” દશરથ માંઝી અને બિહારના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહ અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરશે. માંઝી સતત દાવો કરી રહ્યા છે કે તેમની અમિત શાહ સાથેની મુલાકાત બિનરાજકીય છે, પરંતુ આ બેઠકના ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં નીતિશ કુમાર સાથે માંઝીના સંબંધો સારા નથી ચાલી રહ્યા. મહાગઠબંધનમાં અલગતા અનુભવતા, એવી અટકળો ચાલી રહી છે કે માંઝી ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા એનડીએમાં જોડાઈ શકે છે.
બિહારમાં જેડીયુ આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની મહાગઠબંધનની સરકાર છે. અમિત શાહ આવી સ્થિતિમાં મહાગઠબંધનને ટક્કર આપવા માટે ભાજપ નાના ગઠબંધન ભાગીદારોની શોધમાં છે. ભાજપની નજર ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા, પૂર્વ જેડીયુ નેતા આરસીપી સિંહ, વીઆઇપી ચીફ મુકેશ સાહની જેવા પ્રાદેશિક ખેલાડીઓ પર છે.
એક સમય હતો જ્યારે જીતનરામ માંઝી જેડીયુના નેતા હતા અને નીતિશ કુમારના નજીકના ગણાતા હતા. અમિત શાહ નીતીશ કુમારે ૨૦૧૪ની લોક્સભામાં હારની જવાબદારી લેતા સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ તેમણે માંઝીનું નામ સીએમ પદ માટે આગળ કર્યું હતું. જેડીયુમાં રહેતા માંઝી ૨૦ મે ૨૦૧૪ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી રાજ્યના સીએમ પણ હતા. પરંતુ ૨૦૧૫માં તેમણે સીએમ પદ છોડવાની ના પાડી દીધી હતી.
આ પછી તેમને જેડીયુમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. અમિત શાહ તેઓ વિશ્ર્વાસ મત મેળવી શક્યા નથી. તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં માંઝીએ હિન્દુસ્તાન અવામ મોરચાની રચના કરી. આ પછી તેઓ એનડીએમાં જોડાયા. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે નીતિશની પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને એનડીએમાં હતા. પરંતુ જ્યારે નીતીશ કુમારે ભાજપ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવી ત્યારે જીતન રામ માંઝી મહાગઠબંધનમાં જોડાયા હતા.
નીતીશ કુમાર કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા સત્તારૂઢ બીજેપી વિરુદ્ધ એક્સાથે આવવાની સતત અપીલ કરી રહ્યા છે. આ ક્રમમાં તેઓ દિલ્હી પ્રવાસ પર ખડગેના ઘરે પહોંચ્યા હતા. અહીં તેઓ ખડગે, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને મળ્યા હતા. આ પછી બુધવારે સાંજે તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. ખડગેને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું હતું કે, અમે એક્તાના મુદ્દા પર ચર્ચા કરી હતી. દેશભરની વધુ પાર્ટીઓ અમારી સાથે જોડાશે. તે જ સમયે, કેજરીવાલ સાથેની મુલાકાત પછી નીતિશે કહ્યું, સમગ્ર વાતચીત થઈ છે અને નક્કી કરવામાં આવ્યું છે કે અમે વિપક્ષી એક્તા માટે કામ કરીશું. દિવસ દરમિયાન કોંગ્રેસ સાથે વાતચીત થઈ ચૂકી છે. પહેલા દિવસથી અમારી અહીં (અરવિંદ કેજરીવાલ સાથે) વાતચીત થઈ હતી, તેથી આજે અમે ફરી આવ્યા છીએ. અમારી વચ્ચે નક્કી થયું છે કે અમે વધુને વધુ વિપક્ષી પાર્ટીઓને એક કરીશું.