- દાહોદ જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહની સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી.
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરથી જિલ્લા કક્ષા સુઘી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ લોક પ્રશ્ર્નોનું નિરાકરણ કરાશે.
- તા. 11 થી 17મી એપ્રિલ દરમ્યાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્ર્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન.
- તા. 24 થી 26મી એપ્રિલ દરમ્યાન તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
- -તા. 27મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને કરાશે.
દાહોદ,મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ની શરૂઆત તા. 24મી એપ્રિલ, 2003ના રોજ કરવામાં આવી હતી. આ એપ્રિલમાં કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થાય છે. જે નિમિત્તે દાહોદ જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે.
ગ્રામ્ય સ્તરથી જિલ્લા કક્ષા સુઘી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ લોક પ્રશ્ર્નોનાં નિરાકરણ માટે વહીવટી તંત્ર પ્રયાસ કરશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમમાં નાગરિકોને પોતાના પ્રશ્ર્નો રજૂ કરવા જણાવ્યું છે.
રાજય સરકારના લોકાભિમુખ વહીવટથી જિલ્લાના નાગરિકોને મહત્તમ લાભ થાય તેવા ઉમદા આશયથી સમગ્ર રાજય સહિત દાહોદ જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સુચારું આયોજન જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કરાયું છે.
સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. 11 થી 29 એપ્રિલ સુઘી અવેરનેશ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. 11 થી 17મી એપ્રિલ દરમ્યાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્ર્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ તાલુકાના જિલ્લા પંચાયતની સીટના મોટા ગામમાં યોજવામાં આવશે. ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે વર્ગ- 2 કક્ષાના નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવશે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં મળેલ અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.