દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના આમલી છોતરા પાણી ગામે પનીયાળું ફળિયામાં 42 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં કોઈ કામધંધો ન કરતા અને આખો દિવસ રખડી ખાતા ઈસમને નાની નાની વાતે તેના પિતા સાથે ઝઘડો થતો હોઈ તે ઈસમે સાંજે ઘરે આવી તેના પિતા પાસેથી પૈસા લેવા બાબતે ઝઘડો થતાં રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયેલા પિતાએ પોતાના દિકરાના ખભાના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાનું જાણવા મળતા બારીયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીયા તાલુકાના આમલી છોતરા પાણી ગામના પનીયાળું ફળિયામાં રહેતા ગોપસીંગભાઈ છેલીયાભાઈ રાઠવાને સંતાનમાં પાંચ દિકરા હોઈ તે પકીના ચાર દિકરાઓ કામધંધે વળગી લગ્ન કરી ગામમાં ઠરીઠામ થયા હતા જ્યારે તેમનો 42 વર્ષીય દિકરો શંકરભાઈ ગોપસીંગભાઈ રાઠવા આટલી ઉમર થયા છતાં કોઈ કામધંદો ન કરી ગામમાં રખડી ખાતો હોવાથી તેના પિતા સાથે જ રહેતો હોઈ અને કામ ધંધો ન કરતો હોવાતી તેના લગ્નનો મેળ પડ્યો ન હતો અને પૈસા માટે તે તેના પિતા સાથે અવાર નવાર ઝઘડતો હોઈ અને ઘરમાં પણ બે બાપ-બેટા વચ્ચે નાની નાની બાબતે ચકમક ઝડતી રહેતી હોઈ ગત તા. 11-4-2023ના રોજ શંકરભાઈ રાઠવાએ મોડી સાંજે સાતેક વાગ્યાના સમારે ઘરે આવી પિતા ગોપસીંગભાઈ પાસે પૈસાની માંગની કરતા બંને બાપ-બેટા વચ્ચે ભારે ઝઘડો થયો હતો અને ગોપસીંગભાઈએ તેના પાસેથી કુહાડી પોતાના દીકરા શંકરભાઈને ડાબી બાજુ ખભાના ભાગે જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ સંબંધે મરણ જનાર શંકરભાઈ રાઠવાના નાનાભાઈ 40 વર્ષીય ભાવસીંગભાઈ ગોપસીંગભાઈ રાઠવાએ સાગટાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ 302 તથા જીપી એક્ટ 135 મુજબ ખુનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ગોપસિંગભાઈ છેીયાભાઈ રાઠવાની ધરપકડ કરી પુછપરછ કરતા ગોપસીંગભાઈએ પોતાના પુત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.