શહેરા,શહેરા તાલુકાના ઊંડારા ગામના વણઝારા ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી જિલ્લા એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 60,528નો વિદેશી દારૂના જથ્થા સાથે ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પંચમહાલ પોલીસ દારૂ બંધી નો કડક અમલ થાય તે માટે પ્રયાસો કરી રહયા છે.ત્યારે જિલ્લા એલ.સી.બી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ઊંડારા ગામના વણઝારા ફળિયામાં રહેતા રાજુભાઈ વણઝારા એ ઘરની અંદર દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહયો છે. જેને લઇને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મળેલી માહિતીના આધારે રાજુ વણઝારાના ઘરે રેડ કરતા સંતાડી રાખેલ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો પોલીસ મથક ખાતે લાવીને ગણતરી કરતા વિદેશી દારૂના ક્વાટરીયા નંગ 624 જેની કિંમત રૂપિયા 60,528/- નો મુદ્દામાલ સાથે બુટલેગર રાજુ વણઝારા સામે પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.