મહિસાગર,મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ શુક્લએ વય નિવૃત્તિ પ્રસંગે પણ લોકોના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે વયનિવૃત્તિ પ્રસંગે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું તેમજ રેડક્રોસના સહયોગથી રક્તદાન શિબીરનું આયોજન કર્યું. નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીએ લાભ લીધો હતો જેમાં આયુર્વેદ સારવાર લાભાર્થી -214 હોમીયોપેથી સારવાર લાભાર્થી-176 અગ્નિકર્મ લાભાર્થી-94 મળી કુલ 484 લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. તેમજ 11 રક્તદાતાઓએ રક્તદાન મહાદાન મંત્રને સાર્થક કરતાં રકતદાન કર્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી રણજીત નિનામા સહિત આરોગ્યવિભાગના અધિકારીઓ કર્મચારીઓ, આરોગ્ય કેમ્પના લાભાર્થીઓ રકતદાતાઓ અને સ્નેહીજનોએ તેમના ઉમદા કાર્યની બિરદાવી નિવૃત્ત જીવન દીર્ઘાયુ, નિરામય સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.