હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતિને સાથે નોકરી કરતાં વાધોડીયાના યુવકે દુષ્કર્મ આચરતાં ફરિયાદ

હાલોલ,હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતિ સાથે કામ કરતાં વાધોડીયાના યુવકે દુષ્કર્મ આચરી ધમકી આપતાં યુવતિએ કંટાળીને યુવક વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલની ખાનગી કં5નીમાં યુવતિ છેલ્લા એક વર્ષથી નોકરી કરતી હતી. કંપનીમાંં નોકરી કરતાંં વાધોડીયાના યુવકના પરિચયમાં આવી હતી. એક મહિના પહેલા યુવક યુવતિના ધરે આવ્યો હતો અને યુવતિ સાથે પાવાગઢ પણ ગયો હતો. પાવાગઢ થી પરત ફરતી વખતે યુવકે યુવતિને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શારીરિક સંંબંધની માંગણી કરેલ જેની યુવતિએ ઈન્કાર કરતાં યુવતિને તેના ધરે ઉતારી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ 23 માર્ચના રોજ રાત્રીના સમયે યુવતિના માતા સુઈ ગઈ હતી. ત્યારે યુવક યુવતિના ધરે આવ્યો હતો અને યુવતિનું મોઢું દબાવીને શારીરિક શોષણ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે યુવતિએ હિંમત કરી હાલોલ રૂરલ પોલીસ મથકે વાધોડીયાના યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.