હાલોલ 101 કોલોની પાછળ કોતરમાં જુગાર ધામ ઉપર એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 9 જુગારીયાને 27 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

હાલોલ,હાલોલમાં પત્તા પાનાંનો જુગાર ધમધમી રહ્યો છે અનેક વિસ્તારોમાં આવા જુગાર રમવા માટેના અડ્ડાઓ ઉભા થઇ ગયા છે. ત્યારે બે દિવસ અગાઉ જ જિલ્લા એલસીબીએ આવા જ એક અડ્ડા ઉપર રેડ કરી જુગાર રમતા હાલોલના અને અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા જુગારીઓ ઝડપાઇ ગયા હતા. હાલોલમાં ચાલતા જુગારના અડ્ડાઓની પોલ ખુલતા હાલોલ ટાઉન પોલીસે પણ પોતાની સાખ બચાવવા મેદાને આવતા આજે વધુ એક રેડ હાલોલ પોલીસે કરતા 9 જુગારીઓ ઝડપાઇ ગયા છે. જ્યારે જુગાર રમાડી રહેલો મુખ્ય સૂત્રધાર કસ્બાનો ઝહીર ઉર્ફે રાજુ હબીબ મલેક ભાગી છૂટ્યો હતો.

હાલોલના કસ્બા, લીમડી ફળિયું, રહીમ કોલોની જેવા કેટલાક વિસ્તારોમાં અનેક જુગારના અડ્ડાઓમાં દિવસ રાત જુગાર રમાડવામાં આવી રહ્યોં હતો. સ્થાનિક પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી ન થતા જિલ્લા એલસીબીએ આવા એક અડ્ડા ઉપર રેડ કરી કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે પણ પોતાની સાખ બચાવવા આવા અડ્ડાઓ સામે લાલ આંખ કરી છે. હાલોલના કસ્બા વિસ્તારના જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર દ્વારા 101 કોલોની પાછળ કોતર વિસ્તારમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી આધારે પોલીસે છાપો મારતા ત્યાં નાસભાગ મચી હતી. જોકે, પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા અહીં કસ્બા વિસ્તારમાં રહેતો ઝહીર ઉર્ફે રાજુ હબીબ મલેક જુગાર રમાડી રહ્યો હોવાની હકીકતો પોલીસ સામે આવી હતી. પોલીસે ઝડપાયેલા 7 હાલોલના, 2 કાલોલના અને 1 સાવલી તાલુકાનોમળી કુલ 10 જુગારીઓ સામે અટકાયતી પગલાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમાડી રહેલો મુખ્ય સૂત્રધાર ભાગી છૂટ્યો હતો. ઝહીર ઉર્ફે રાજુ હબીબ મલેક સામે કાર્યવાહી કરી છે. પોલીસે રેડ દરમિયાન ઝડપાયેલા જુગારીઓ પાસેથી 17,860/- દાવ ઉપર લાગેલા 9,700/- અને 7 નંગ મોબાઈલ જેની કિંમત 19,500/- મળી કુલ 27,560/- રોકડા અને મોબાઈલનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.

બોકસ: પકડાયેલા આરોપીના નામ…..

  1. મુદાસર, ઉર્ફે જાડો મુસ્તુફા મકરાની, રહીમ કોલોની-હાલોલ.
  2. મુસ્તાક ઉર્ફે લાલુ નનુમીંયા શેખ, ગોઠડા-સાવલી.
  3. ધીરૂ મનાભાઈ રાઠોડ, ડેરોલ સ્ટેશન-કાલોલ.
  4. ભરત કનકસિંહ પરમાર જંત્રાલ-કાલોલ.
  5. દસ્તગીર મોહમ્મદભાઈ નાથા, પાવાગઢ રોડ.
  6. અશ્ર્વિન વજેસિંહ બારીયા, ઓડ ફળિયું-હાલોલ.
  7. શૈલેષ લક્ષ્મણભાઈ પરમાર, ઘનસર આટા-હાલોલ.
  8. દિનેશ અરવિંદભાઈ પરમાર, સુભાષ શેરી-હાલોલ.
  9. ચાંદ અભેસિંગ ગરાસીયા, 101 કોલોની-હાલોલ.