ગોધરા-ભામૈયા(પ)ના પાંડવા ફળીયાનો આર.સી.સી.રોડ મુંબઈ-દિલ્હી હાઈવે ઓથોરીટી દ્વારા બંધ કરી દેવામાં આવતાં પડતી મુશ્કેલીઓ માટે જીલ્લા કલેકટરને ગ્રામજનોએ આવેદન અપાયું

  • એકસપ્રેસ હાઈવે ઓથોરીટીએ ખાત્રી આપ્યા બાદ રસ્તાની જોગવાઈ ન હોવાનું જણાવ્યું.
  • રસ્તો બંંધ થતાં બાળકોને શાળામાં જવામાંં ભારે મુશ્કેલીઓ.

ગોધરા,ગોધરા તાલુકાના ભામૈયા પશ્ર્ચિમ પાસે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાઈવેના ટોલ માટે પાંડવા ફળીયાની જમીન સં5ાદન થયેલ છે. પાંડવા ફળીયાના અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર અવર જવર માટે પાંડવા ફળીયાનો જુના આર.સી.સી.રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તાના અભાવે બાળકો અભ્યાસ માટે શાળામાં જઈ શકતા નથી. સાથે ઈમરજન્સી મેડીકલ સેવા માટે 108ની સુવિધા પણ પહોંચતી ન હોય ત્યારે પાંડવા ફળીયાના હાઈવેને જોડતા આર.સી.સી.રોડ ફરી મળે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

ગોધરા તાલુકાના ભામૈયા (પશ્ર્ચિમ) ગામ પાંડવા દિલ્હી-મુંંબઈ એકસપ્રેસ હાઈવે પસાર થાય છે. એકસપ્રેસ હાઈવેના ટોલ માટે પાંડવા ફળીયાની જમીન સં5ાદન કરવામાં આવેલ છે. પાંડવા ફળીયા થી નજીક માંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર અવરજવર માટે ફળીયામાં જુનો આર.સી.સી. રોડ હતો. જે બંધ કરેલ છે. તેથી એન.એચ.એ.આઈ. (NHAI), પી.એન.સી.(PNC) કં5નીના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સરપંચ અમારો જુનો આર.સી.સી. રોડ બંધ કર્યા બાબતે લેખિત અને મૌખિક રજુઆત કરેલ હતી. ત્યારે એન.એચ.એ.આઈ., પી.એન.સી. કં5નીના અધિકારીઓ દ્વારા એકસપ્રેસ હાઈવેના ટોલ નાકા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર અવરજવર માટે બીજો રસ્તો બનાવી આપવા માટે સરપંંચની હાજરીમાં મૌખિક હા પાડેલ હતી પરંતુ હાલ ટોલનાકાનું કામ પૂર્ણ થવા આવતાં તેમણે બધા રસ્તા બંધ કર્યા છે. આ બાબતે એકસપ્રેસ હાઈવેની કામગીરી કરતાં અધિકારીઓને રજુઆત કરતા રસ્તાની કોઈ જોગવાઈ નથી. તેમ જણાવ્યુંં પાંંડવા ફળીયામાં રસ્તાના અભાવે 60 જેટલા બાળકો અભ્યાસ માટે શાળામાં જઈ શકતા નથી. રસ્તાના અભાવે મજુરી માટે શહેર સુધી જવામાંં ધણી આર્થિક તકલીફ પડે છે. તેમજ રસ્તાના અભાવે મેડીકલ ઈમરજન્સી 108ની સેવા પણ મળતી નથી. પાંડવા ફળીયાનો આર.સી.સી. રોડ બંધ થતાં શૈક્ષણિક, માનસીક, શારીરિક તકલીફ સહન કરી રહ્યા છીએ. દિલ્હી-મુંંબઈ એકસપે્રસ હાઈવે માટે જમીન સંપાદન વખતે જુનો આર.સી.સી. રોડની અવેજીમાંં બીજા રસ્તાની જોગવાઈ કેમ નહિ પાંડવા ફળીયાના રસ્તો બંધ કરતા તકલીફો પડી રહી છે. એકસપ્રેસ હાઈવે ઓર્થોરીટી દ્વારા જમીન સંપાદન સમયે રસ્તાની જોગવાઈ ન હોવા બાબતે ગ્રામજનોને અંંધારામાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે ભામૈયા (પશ્ર્ચિમ)ના પાંડવા ફળીયાને જોડતા જુના રસ્તા ફરી મળી રહે તે માટે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આઅપવામાં આવ્યું.

બોકસ:

ભામૈયા (પ) પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે કે, પાંડવા ફળીયાનો આર.સી.સી. રોડ મુંબઈ-દિલ્હી એકસપ્રેસ હાઈવે કારણે સદ્દંતર બંધ થઈ ગયેલ છે. આર.સી.સી.રોડ બંધ થતાં શાળામાં અભ્યાસ કરતાં 35 જેટલા બાળકોને શાળામાંં આવવામાં મુશ્કેલીઓ થાય છે. તમામ બાળકો અનુસુચિતજનજાતિના છે. તેમના વાલીઓ મજુરી માટે જતાં રહે જેથી રસ્તાની મુશ્કેલીના અભાવે શાળામાં બાળકોની હાજરી નહિવત રહેતી હોય ત્યારે બાળકોના હિતમાં નિર્ણય લેવા લેખિતમાં રજુઆત કરાઈ છે.