દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.2 મપાઈ

કાલે રાત્રે 11.45 વાગ્યે દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, NCRમાં આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. હાલમાં જો કે કોઈ નુકસાનના સમાચાર નથી.

  • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને દિલ્હીમાં ભૂકંપ
  • માહિતી પ્રમાણે આંચકાની તીવ્રતા 4.2ની આસપાસ
  • કોઈ જાનહાનિ ને નુકસાનના સમાચાર નહિ

કાલે રાત્રે 11.45 વાગ્યે દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, NCRમાં આ ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. હાલમાં જો કે કોઈ નુકસાનના સમાચાર નથી.

મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-NCR માં ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ગાઝિયાબાદ હતું. 2 ડિસેમ્બરે દિલ્હી-NCRમાં 2.7 ની તીવ્રતા સાથે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા.

લોકડાઉન લાગૂ થયા બાદથી 10થી વધુ ભૂકંપના આંચકા

જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જ દિલ્હીમાં 10 થી વધુ ભૂકંપ આવ્યા છે અને તેમનું કેન્દ્ર NCRની આસપાસ પણ રહ્યું છે. થોડા સમય પહેલા વૈજ્ઞાનિકો એ હિમાલયમાં મોટા ભૂકંપ ની આગાહી કરી હતી અને કહ્યું હતું કે હિમાલયની શ્રેણીમાં સાથે કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આઠ અથવા તેથી વધુ હોઇ શકે છે.