- દેવાંશી શાહને ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯નાં સ્મૃતિ ઈરાનીના ઓએસડીનાં રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ,મૂળ ગુજરાતની દેવાંશીની નિયુક્તિ પદનું ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી હતી. દેવાંશીને કપડાં મંત્રાલયમાં મંત્રીની સાથે કો-ટર્મિનસ ના ધોરણે નિમણૂક કરવામાં આવી હતી. દેવાંશી એટલી સ્મૃતિ ઈરાનીની નજીકી હતી જ્યારે જ્યારે ઈરાનીએ જૂલાઈ ૨૦૨૧માં કપડાં મંત્રાલયનો ચાર્જ ત્યજ્યો ત્યારે દેવાંશીને ૩ વર્ષ, ૨ મહિના અને ૭ દિવસો માટે ડબ્લ્યુસીડી મંત્રીનાં ઓએસડીનાં રૂપમાં નિમણૂક કરવામાં આવી હતી.
ઓએસડીના કાર્યાલયમાં કપાતનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જો કે આ પગલું આશ્ર્ચર્યજનક છે. દેવાંશી જ નહીં પિયૂષ ગોયલનાં ઓએસડી અનુજ ગુપ્તાનાં કાર્યકાળ સમયની પહેલા જ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસે આ મુદે પ્રતિક્રિયા આપતાં નેતા સુપ્રિયા શ્રીનેતે ઓએસડીનાં કરારની સમાપ્તિ અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યાં. તેમણે પૂછ્યું કે ઓએસડી સ્મૃતિ ઈરાની અને પીયૂણ ગોયલને શા માટે બરતરફ કરવામાં આવ્યું. તેમણે શું ખોટું કામ કર્યું છે? શું તે સંભવત: ભ્રષ્ટ લોકો હોઈ શકે છે. અમારે સત્ય શા માટે ન જાણવું જોઈએ?
શ્રીનેટનાં ટ્વીટનો જવાબ આપતાં ઓએસડી દેવાંશી શાહનાં કથિત એક ટ્વિટર હેન્ડલે એક ટ્વિટ કરીને આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમને બરતરફ નથી કરવામાં આવ્યું અને તેમણે પોતાની નોકરીથી રાજીનામું આપવાનાં વિકલ્પની પસંદગી કરી હતી. તેમણે શ્રીનેટથી જાહેર ધોરણે તેમના ભવિષ્યને ખરાબ ન કરવા માટે કહ્યું. તેમણે ટ્વિટમાં લખ્યું કે’ મેં વડીલોની ધ્યાન રાખવા માટે પારિવારિક જવાબદારીઓનાં કારણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. મને બરતરફ નથી કરવામાં આવ્યું. આ મેમ સ્મૃતિ ઈરાની સાથે કામ કરવા અને પોતાના દેશની સેવા કરવાનું સમ્માન રહ્યું છે. હું તમને વિનંતી કરું છું કે તમે મારા ભવિષ્યને જાહેર રૂપે ખરાબ ન કરો.માત્ર એક પ્રોફેશનલ તરીકે ઈરાની સાથે હિસાબ બરાબર કરવા માટે…’