કેલિફોર્નિયા,કેલિફોર્નિયા રાજ્યની એસેમ્બલીએ યુએસ કોંગ્રેસ પાસે ભારતમાં ૧૯૮૪ની શીખ વિરોધી હિંસાને નરસંહાર તરીકે રીતે માન્યતા આપવા અને તેની નિંદા કરવાની માંગ કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવ ૨૨ માર્ચે એસેમ્બલીના સભ્ય જસમીત કૌર બૈન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને સોમવારે રાજ્ય એસેમ્બલી દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. જસમીત કૌર રાજ્ય એસેમ્બલીના પ્રથમ ચૂંટાયેલા શીખ સભ્ય છે. આ દરખાસ્ત એસેમ્બલીના સભ્ય કાર્લોસ વિલાપુદુઆ દ્વારા સહ-પ્રાયોજિત હતી. એસેમ્બલીના એકમાત્ર અન્ય હિન્દુ સભ્ય એશ કાલરાએ પણ તરફેણમાં મતદાન કર્યું હતું.
આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં શીખ સમુદાય હજુ સુધી રમખાણોના શારીરિક અને માનસિક આઘાતમાંથી બહાર આવ્યો નથી. ઠરાવ યુએસ કોંગ્રેસ પાસે નવેમ્બર ૧૯૮૪ની શીખ વિરોધી હિંસાને નરસંહાર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપવા અને તેની નિંદા કરવા વિનંતી કરી છે. પ્રસ્તાવમાં આગળ જણાવવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં વિધવા કોલોનામાં હજુ પણ ઘણી સીખ મહિલાઓના ઘર છે જેના પર હુમલો કરવામાં આવ્યો, બળાત્કાર કરવામાં આવ્યો, સતામણી કરવામાં આવી જેમણે પરિવારોના બહિષ્કાર, સળગાવવામાં અને હત્યાને જોવા મજબુર કર્યા હતા અને હજુ પણ અપરાધીઓ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમના શીખ અંગરક્ષકો દ્વારા ભૂતપૂર્વ ભારતીના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ થયેલી હિંસામાં ભારતભરમાં ૩ હજારથી વધુ શીખો માર્યા ગયા હતા જેમાંથી મોટાભાગના રાજધાની દિલ્હીમાં માર્યા ગયા હતા.