નવીદિલ્હી,ભાજપના કર્ણાટક એકમના વરિષ્ઠ નેતા કેએસ ઈશ્ર્વરપ્પાએ મંગળવારે પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ૧૦ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી ન લડવાના તેમના નિર્ણયની માહિતી આપતા કહ્યું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી ’નિવૃત્ત’ થઈ રહ્યા છે.
કન્નડમાં લખેલા પોતાના સંક્ષિપ્ત પત્રમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી ઈશ્ર્વરપ્પાએ કહ્યું કે આ નિર્ણય તેમણે પોતે લીધો છે. ઉલ્લેખનીય છે કે, ઈશ્ર્વરપ્પા તેમના નિવેદનો અને તેમના પર લગાવવામાં આવેલા આરોપોને કારણે વારંવાર વિવાદોમાં રહ્યા છે.
ઇશ્ર્વરપ્પા જૂનમાં ૭૫ વર્ષના થશે, જે ભાજપના નેતાઓ માટે ચૂંટણી લડવા અને સત્તાવાર હોદ્દા પર રહેવાની બિનસત્તાવાર વય મર્યાદા છે. જો કે, આમાં પ્રસંગોપાત અપવાદો છે. ભાજપે હજુ ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની બાકી છે.