છેલ્લી ૬ ટી-૨૦ ઈનિંગમાં ચોથી વાર ૦ રન પર આઉટ થયો સૂર્યાકુમાર, ગોલ્ડન ડક આઉટ થવામાં નંબર ૧ બન્યો

મુંબઇ,આઈપીએલની ૧૬મી સિઝનની ૧૬મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ હારીને ૧૯. ૪ ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સે ૧૦ વિકેટના નુકશાન સાથે ૧૭૨ રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને ધમાકેદાર શરુઆત અપાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ લાંબા સમય બાદ આઈપીએલમાં ફિફટી પણ ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ ઓવરોમાં ૬ વિકેટથી જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં રોમાંચક રમત જોવા મળી હતી.

આ મેચમાં સૂર્યાકુમાર સાથે એવી ઘટના બની હતી જેને કારણે તેના કરિયર પર સવાલ થવા લાગ્યા હતા. પ્રથમ ઈનિંગમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. અને બીજી ઈનિંગમાં તે પ્રથમ બોલ પર આઉટ થયો હતો. ૨૦૨૩માં તે ટી૨૦માં ચોથી વાર ગોલ્ડન ડક થયો હતો. ૨૦૨૩માં સૌથી વધારે ગોલ્ડન ડક થનાર ખેલાડીની લિસ્ટમાં તે નંબર ૧ પર પહોંચ્યો છે.

આઈપીએલના ઈતિહાસમાં ચોથીવાર ગોલ્ડન ડક

૨૦૧૫માં રાજસ્થાન રોયલ્સ સામે

૨૦૧૮માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે

૨૦૨૧માં પંજાબ કિંગ્સ સામે

૨૦૨૩ માં દિલ્હી કેપિટલ્સ સામે

તેની છેલ્લી છ ઇનિંગ્સ  ૦(૧), ૦(૧), ૦(૧), ૧૫(૧૬), ૧(૨), અને ૦(૧).

છેલ્લા ઘણા સમયથી સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં જોવા મળ્યો નથી. આઈપીએલ પહેલા પણ તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં આ ઈજાને કારણે ફેન્સ તેના માટે ચિંતિત થયા હતા.