સમાધાન લાયક કેસોના નિકાલ માટે મહીસાગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન

  • સમાધાન લાયક કેસોના નિકાલ માટે આપ પણ કરી શકો છો અરજી.

લુણાવાડા,રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીનાં આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી દ્વારા જણાવ્યા મુજબતારીખ 13-05-2023ને શનિવારના રોજ સવારે 10 કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં સમાધાન લાયક કેસો જેવા કે 1) ફોજદારી સમાધાન લાયક કેસો 2) નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138નાં કેસો 3) બેંક રીક્વરીના કેસો 4) અકસ્માત વળતરના કેસો 5) મજૂર ડીસ્પ્યૂટના કેસો 6) જમીન સંપાદનના કેસો 7) ફેરફાર-ભાગલા-વિભાજન-ભાડા બેંક વસુલાત-સુખાધિકારનાં હક્કો વિગેરેનાં દિવાની કેસો 8) વીજળી અને પાણીનાં બીલના કેસો 9) પ્રી-લીટીગેશન કેસો 10) રેવન્યુ કેસીસ 11) ભરણ પોષણનાં કેસો અને કૌટુંબીક ઝઘડાનાં કેસોનો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાન પૂર્વક નીકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતાં પક્ષકારો, વકીલો, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવાસમિતીનાં ચેરમેનઓનો સંપર્ક કરવાનો રહેશે.