દાહોદ,દાહોદ તાલુકાના ખરોદા નવાવાસ ત્રણ રસ્તા પર ધારીયા, લાકડી, ગોફણ બંદુક જેવા હથિયારોથી સજજ થઈ ધાડ પાડવા આવેલ મધ્યપ્રદેશની કુખ્યાત ધાડપાડુ ગેંગના 6 જેટલા ધાડપાડુઓએ પેટ્રોલીંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસને ઓળખી જતાં છ પૈકીના ચાર ધાડપાડુ નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે બાકીના બે પકડી પાડી તે બંને પાસેથી રોકડા, મોટર સાયકલ, મોબાઈલ ફોન, બંદુક, જીવતા કારટીસ વગેરે મળી રૂા. 1,26,700ના મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ધાડ પાડુઓનો ધાડ પાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના સાતશેરો, પરમાર ફળિયાના શેતાનભાઈ ઝીથરાભાઈ નીનામા, શંતુભાઈ નજુડાભાઈ મેડા, મીરભાઈ કાળીયાભાઈ મોહનીયા, મુકેશભાઈ કાળીયાભાઈ મોહનીયા, મુકેશભાઈ નજુડાભાઈ મેડા તથા નવલસીંહ તુફાનભાઈ દહમાં એમ કુલ છ ધાડપાડુઓ ગઈકાલે સવારે સાડા સાત વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખરોજા નવાવાસ ત્રણ રસ્તા પર ધારીયા, લાકડી, ગોફણ બંદુક જેવા મારક હથિયારોથી સજજ બની ધાડ પાડવા માટે આવ્યા હતા. તે દરમ્યાન પેટ્રોલીંગમાંથી પરત ફરી રહેત દાહોદ એલસીબીના પીએસઆઈ જે.બી.ધનૈશા અને સ્ટાફના માણસો ત્યાંથી નીકળતા, ધાડપાડવા આવેલ મધ્યપ્રદેશના સાત શેરો ગામની કુખ્યાત ધાડપાડુ ગેંગના માંણશોએ પોલીસને ઓળખી જતાં ધાડપાડુઓ મુકેશભાઈ કાળીયાભાઈ મોહનીયા, મીરભાઈ કાળીયાભાઈ મોહનીયા, મુકેશભાઈ કાળીયાભાઈ મોહનીયા, મીરભાઈ કાળીયાભાઈ મોહનીયા, મુકેશભાઈ નજીડાભાઈ મેડા તથા નવલસિંહ તુફાનભાઈ દમાં નાસી જવામાં શફળ રહ્યા હતા. જ્યારે શેતાનભાઈ ઝીંથરાભાઈ નિનામા તથા શન્તુભાઈ નજુડાભાઈ મેડા મોટર સાયકલ લઈ નાસવા જતાં પડી જતાં પોલીસે તે બંનેને ઝડપી પાડી પોલીસે શેતાનભાઈ નિનામા પાસેથી રૂા. 1550ની રોકડ, રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન, તથા રૂપિયા 1,05,000ની કિંમતની મોટલર સાયકલ તથા શન્તુભાઈ મેડા પાસેથી રૂા. 15000ની કંમતની બંદુક નંગ-1, રૂા. 150ની કિંમતના ત્રણ જીવતા કારટીસ તથા ખાલી કારટીસ તથા લોખંડનો ટુકડો ફીટ કરેલ ખાલી કારટીસ મનળી બંને જણા પાસેથી કુલ રૂા. 1,26,700નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દાહોદ એલસીબી પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત ધાડ પાડુ ગેંગના ધાડપાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. આ મામલે દાહોદ એલસીબી પી.એસ.આઈ જીબી ધનેરાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ઈપીકો કલમ 399, 120 બી તથા આર્મ્સ એક્ટ કલમ 25(1-બી), એ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.