દાહોદ,દાહોદ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોરી ચકારીનો ડર સૌને સતાવી રહ્યા છે અને રાતના ઉજાગરા કરાવી રહ્યો છે. તેવા સમયે દાહોદ તાલુકાના ભીટોડી ગામે ગુંડી ફળિયામાં એક બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાનું તાળું તોડી તિજોરીનું તાળુ તોડી અંદરના લોકરનું તાળું તોડી રૂપિયા 27000ની કુુલ કિંમતના ચાંદીના દાગીના ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ગત તારીખ 30મી માર્ચના રોજ દાહોદ તાલુકાના ભીટોડી ગામે ગુંડીયા ફળિયામાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ ગુંડીયા ફળિયામાં રહેતા વનરાજભાઈ રાજુભાઈ ગુંડીયાના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજે મારેલ તાળુ તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મૂકેલ તિજોરીનું તાળુ તોડી તિજોરીમા આવેલ લોકરનું તાળું તોડી લોકરમાં મૂકેલ આશરે 500 ગ્રામ વજનના ચાંદીના છડા, આશરે 220 ગ્રામ વજનના ચાંદીની જગરા તથા આશરે 500 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો મળી આશરે 1220 ગ્રામ વજનના રૂપિયા 27000ની કિંમતના ચાંદીના દાગીના ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ભીટોડી ગામના ગુંડીયા ફળિયામાં રહેતા વનરાજભાઈ રાજુભાઈ ગુંડીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.