મલેકપુર,આંજણા પાટીદાર ચૌધરી સમાજ લુણાવાડા વિભાગ 11 ગામના તારીખ 9/4/2023ના રોજ રામપુર(પાદેડી) ખાતે યોજાયેલ વાર્ષિક મિટિંગમાં અનેક પ્રશંશનિય નિર્ણયો લેવામાં આવ્યા કે આજના સમયને ખાસ અનુરૂપ છે.
લુણાવાડા આંજણા ચૌધરી સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી બેન્ડની સદંતર બંધી કરવામાં આવે છે. ત્યારે હવે લગ્નપ્રસંગે ડી.જે વગાડવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
આંજણા પાટીદાર સમાજ ના સારા અને નરસા પ્રસંગમાં બીડી, તમાકુ અને ખાસ કરીને અફીણના કસુંબાનો જે રિવાજ હતો. જે વ્યસનમુક્તિના ભાગરૂપે સદંતર બંધ કરીને તે નિયમ તોડનારને 1લાખ જેટલો દંડ કરવાનું ઠેરવવામાં આવેલ છે જે ખૂબ જ વખાણવા લાયક બાબત બની રહી છે.
આ ઉપરાંત ગામ દીઠ સમૂહલગ્ન માટે પ્રેરણા તેમજ લગ્નપ્રસંગે ભપકાવાળા જમણવાર ઓછા કરવા તેમજ જિયાણા અને આવા બીજા પ્રસંગો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ પર અંકુશ આવે તેવા પગલાં લેવામાં આવ્યા છે.