ઝાલોદ અને લીમડી નગરમાં પોલીસ સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝનને ઘરે ઘરે જઈને પૂછપરછ કરી

  • કોઈ પણ તકલીફ હોયતો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનું કહ્યું.

ઝાલોદ,ઝાલોદ નગર અને લીમડી નગર ખાતે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં જઈ સિનિયર સિટીઝનના નાગરિકોની મુલાકાત કરી હતી. પોલીસ સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝનના વ્યક્તિઓને રહેવા, ખાવા પીવામાં કોઈ તકલીફ કે કોઈ જાણી અજાણી વ્યક્તિ દ્વારા કોઈ હેરાનગતિ નથી થઈ રહેલ તેનાં વિશે પૂછતાછ કરી હતી. એકલા રહેનાર સીનિયર સિટીઝનને કોઈ પણ કટોકટીના પળમા પોલીસ પાસે સહાયતા માંગવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આજના યુગમાં બનતી સાયબર ઘટના વિશે પણ માહિતી આપી હતી. દરેક વિસ્તારોમાં જઈને સિનિયર સિટીઝનને સાયબર ક્રાઇમ અંગે સમજ અને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. હાલ સાયબર ક્રાઈમ અંગેના ગુના વધી રહ્યા છે તે ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા તમામ સિનિયર સિટીઝનને તે અંગેનું માર્ગદર્શન આપ્યું. કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની કોઈ પ્રાઇવેટ માહિતી કે ઓટીપી કે બેંક ડિટેઇલ આપવી નહીં તેવી જરૂરી સૂચનો કર્યા. આમ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત લઈ પોલીસ સદા તેમની સાથે છે. તેમ કહી પોલીસના સંપર્ક કરવાં માટેના નંબર પણ આપ્યા હતા. સીનિયર સિટીઝનની મુલાકાત પોલીસ દ્વારા લેવામાં આવતા સીનિયર સિટીઝનના લોકોનો આત્મવિશ્ર્વાસ વધ્યો હતો.