ગોધરા તાલુકાના અનાજ, દાળ અને તેલના જથ્થા વગર ચાલતાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો

ગોધરા,ગોધરા તાલુકાના 320 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને કૃપોષણ દુર કરવા અને બાળકો નિયમીત શાળામાં આવે ભણતર મેળવે તે માટે ગુજરાતમાં મધ્યાહન ભોજન કાર્યરત છે પરંતુ ગોધરા તાલુકાના 320 પ્રા.શાળાઓનું ચિત્ર કંઈક અલગ છે. એપ્રિલ મહિનાની 13 તારીખ થવા આવી છતાં હજી સુધી એપ્રિલ માસના બાળકો માટેનું અનાજ પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાંં આવ્યું નથી. માર્ચ મહિનામાં પણ 15 તારીખ બાદ અનાજનો પુરવઠો પુરો પાડવામાંં આવ્યો હતો. તેમાંં પણ નિયત કરેલ મેનુ મુજબ ચણાનો જથ્થો ફાળવવામાંં આવ્યો ન હતો. ત્યારે શાળામાં ચાલતા મધ્યાહન ભોજ સંચાલકો કેવી રીતે કેન્દ્ર ચલાવે છે. કેન્દ્રમાં અનાજ, તેલ, દાળ વગર 15 દિવસ સુધી કેવી રીતે કેન્દ્ર ચાલ્યું તે તેની તપાસ થાય તો સાચી સ્થિતી સામે આવે તેમ છે.