શહેરા,શહેરા નગરપલિકા વિસ્તારમાં પાણીની છાશવારે સમસ્યા સર્જાતી રહી છે. વધુમાં વધતી જતી વસ્તીની સાથે સાથે પાણીની જરૂરિયાત પણ વધતી જાય છે. નગરપાલિકા વિસ્તારમાં પાણીની બે ટાંકી છે. પણ હાલ નગરપાલિકા દ્વારા બીજી એક નવી ટાંકી બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાથી સલામપુરા જતા રસ્તા પર એક મોટી 15 લાખ લીટર પાણી સમાઈ રહે અને ત્યાંથી પાણી રહેણાંક વિસ્તારોમાં પાણી રહેણાંક વિસ્તારોમાં આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા સલામપુરા નાડા રોડ પર પાણીની મોટી ટાંકી બનાવાવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. અંદાજિત પાંચ કરોડ અને ચાલીસ લાખ રૂપિયા ખર્ચે બનનારી આ ટાંકીથી પાણીની સમસ્યાને હલ કરી શકાશે અને ધણા વિસ્તારોમાં પાણીને વધુ ઝડપી રીતે આપી શકાશે. આ ટાંકી 15 લાખ લીટર પાણી ભરવાની ક્ષમતા રાખે છે. ટાંકી બનવાના કારણે શહેરા નગરમાં પણ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેરા નગરમાં નગરપાલિકા કચેરી નાડા અને સલામપુરા રોડ પાસે પાંચ કરોડના ખર્ચે પાણીની ટાંકી ડિસેમ્બરથી બનવામાં આવી રહી છે. આમાં કમ્પાઉન્ડ અને મોટરરૂમ પણ બનવામાં આવનાર છે. આગામી એક વર્ષમાં આ કામગીરી પુર્ણ થઈ જશે તેવી માહિતી નગરપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળી છે.