સીંગવડ,દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક સાથે કોરોનાના ત્રણ કેસ નોંધાતા પંથકમાં ભયનો માહોલ ફેલાવા સાથે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ત્રણેય દર્દીઓને હાલ કવોરેન્ટાઈન કરાયા છે.
કોરોનાના કેસોમાં ધટાડો થતાં વહીવટી તંત્ર સહિત લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો ત્યારે હવે ફરી કોરોનાના કેસોએ દેશમાં માથું ઉચકયુ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે સીંગવડ તાલુકામાં કોરોનાના એક સાથે ત્રણ કેસ નોંધાયા હતા. જેને પગલે વહીવટી તંત્ર એકશનમાં આવ્યુ હતુ. જેમાં રેફરલ હોસ્પિટલ સીંગવડમાં ફરજ બજાવતો કર્મચારી કોરોનામાં સપડાયો છે. તે સિવાય સીંગવડની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા નર્સિંગ કોલેજનો તમામો કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો. ઉપરાંત સીંગવડ તાલુકાના જેતપુર ગામે એકપણ કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી આ ત્રણેય પોઝીટીવ આવેલ કેસોને રેફરલ હોસ્પિટલ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. જયારે જે તે વિસ્તારના ફિલ્ડ સ્ટાફને પોઝીટીવ કેસોની હોમ વિઝીટ કરી ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે વિભાગ દ્વારા જણાવાયુ છે.