દે.બારીઆ,દે.બારીઆ નગરમાં સફાઈના અભાવે અનેક જગ્યાએ ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા હતા. મંદિર જવાના રસ્તા ઉપર ગંદકીના લીધે દુર્ગંધ ફેલાતા નગરજનો હેરાન થઈ ગયા છે. પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરાવી દેવાનો છંટકાવ કરવામાં તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
દે.બારીઆ નગરમાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામ બંધ હોવાથી અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે. પાલિકાના બનાવેલા ઉકરડામાં ગંદકી વધી રહી છે. નગરના ટાવર પાસે પાતાળેશ્ર્વર મહાદેવ મંદિર જવાના માર્ગ તેમજ બગીચાની પાછળના ભાગે તેમજ નગરના અનેક વિસ્તારોના ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા નગરના અનેક વિસ્તારમાં કામ ચલાઉ ઉકરડા બનાવ્યા છે. જેમાં પાતાળેશ્ર્વર મંદિર જવાના માર્ગની બાજુમાં અન્ય વિસ્તારમાં સફાઈ કરી કચરો લાવી ત્યાં ઢગલો કરે છે. આ ઢગલા નજીક બેસતા શાકભાજીના વેપારી સહિત ખાણી પીણીની લારીઓવાળા વધેલો કચરો આ કામ ચલાઉ ઉકરડામાં નાંખી દેતા તે ઉકરડાની યોગ્ય સમયે સફાઈ હાથ ધરી નહિ હોવાથી ગંદકી એટલી હદે ખદબદી રહી છે કે તેમાંથી તિવ્ર દુર્ગંધ ફેલાતા મંદિર જતા તેમજ અહિંથી પસાર થતાં અન્ય નગરજનોને નાક દબાવીને અહિંથી પસાર થવુ પડે છે. ખરેખર મંદિર જવાના રસ્તાની નજીકમાં જે ઉકરડો બનાવ્યો છે. તે હટાવી અન્ય જગ્યાએ ઉકરડો બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.અને આ ઉકરડાની સફાઈ કરી ત્યાં દવાનો છંટકાવ કરે તેવી માંગ ઉઠવા પામી છે. પાલિકા ંતંત્ર દ્વારા વહેલી તકે આવા તિવ્ર દુર્ગંધગ્રસ્ત ઉકરડાની સફાઈ હાથ ધરે તે જરૂરી છે.