બાલાસિનોરના જોરાપુરા સામુહિક શોૈચાલય પાણીની સુવિધા વગર શોભાનો ગાંઠિયો

બાલાસિનોર,મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામે ગામ સામુહિક શોૈચાલય બનનાવી દેવાયા છે. પરંતુ તેની પાછળ કોઈ ઘ્યાન આપવામાં આવતુ નથી. જેને કારણે આજેપણ ગામડાઓમાં સવારે અજવાળુ થાય તે પહેલા ખુલ્લામાં શોૈચક્રિયા માટે લોકો કોતરો તરફ જતા હોય છે. ત્યારે બાલાસિનોર નજીક આવેલ જોરાપુરા ગામે સામુહિક શોૈચાલય 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથથી વર્ષ-2020માં નવીન બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ શોૈચાલયમાં પાણીની સુવિધા કરેલ નથી. જેને કારણે હાલ જાહેર શોૈચાલય બિનઉપયોગી થતાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યુે છે. ગ્રામજનોના જણાવ્યામુજબ સરકારે શોૈચાલય માટે બે લાખના ખર્ચે કર્યો પરંતુ પાણીની સુવિધા ન હોવાથી શોૈચાલયનો ઉપયોગ થતો ન હોવાથી બનાવવાનો શુ મતલબ ? હાલ જોરાપુરાનુ સામુહિક શોૈચાલય ધીરે ધીરે ખંડેર હાલતમાં ફેરવાતુ જોવા મળી રહ્યુ છે. જવાબદાર તંત્ર બંધ શોૈચાલય કેવી રીતે ઉપયોગી બને તે માટે પ્રયાસ હાથ ધરે તો શોૈચાલય ચાલુ થાય.