જયપુર,રાજસ્થાનના પૂર્વ ડે. મુખ્યમંત્રી સચિન પાયલટ આરપારના મૂડમાં આવી ગયા છે. પાયલટે જયપુરના શહિદ સ્મારકમાં પોતાનો એક દિવસના ઉપવાસ કર્યા હતાં સચિન પાયલટ તત્કાલિન સીએમ વસુંધરા રાજે શાસનમાં થયેલા ગોટાળાની તપાસની માગ લઈને વર્તમાન સીએમ ગેહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતર્યા હતાં પાયલટે વસુંધરા રાજેના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સચિન પાયલટે વસુંધરા પર કરપ્શન અને કુશાસનનો આરોપ લગાવતાં ગેહલોતનો જૂનો વીડિયો વાયરલ કરીને સવાલ કર્યો કે આ મામલે તપાસ કેમ નથી થતી. કોંગ્રેસ પાસે આગળની બીજેપી સરકાર વિરુદ્ધ સબૂતો હતા પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ન કરી. સચિન પાયલને કોંગ્રેસ ઉપવાસ ઉપર ન ઉતરવાની ચેતાવણી આપી હતી. તેમ છતાં પાયલટ પાર્ટીની વિરુદ્ધ જઈને અનશન પર બેસી ગયા હતાં કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની કોઈપણ ગતિવિધિને પાર્ટી વિરુદ્ધ માનવામાં આવશે.
જો કે સચિન અને ગહલોત વચ્ચે વિવાદ અગાઉ પણ થયા હતાં રાજસ્થાનમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે રાજકીય વર્ચસ્વનો જંગ વર્ષ ૨૦૧૮ની ચૂંટણી પછીથી ચાલ્યો આવે છે. નવેમ્બર ૨૦૧૮માં જ્યારે વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે સચિન પાયલટ પ્રદેશ અધ્યક્ષ હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની. એવામાં મુખ્યમંત્રી પદને લઈને ગેહલોત -પાયલટ બંને નેતા અડી પડ્યા. સચિન પાયલટે પાંચ વર્ષ સુધી કરેલા સંઘર્ષ કર્યા પછી મુખ્યમંત્રીની ખુરશી પર દાવો કરી રહ્યા હતા. ત્યારે ગેહલોતે મોટા ભાગના ધારાસભ્યોને પોતાના પક્ષમાં સમર્થન હોવાનું અને વરિષ્ઠતા આધારે પોતાનો હક બતાવી રહ્યા હતા.
કોંગ્રેસ હાઈકમાન્ડે ગેહલોતને સીએમ બનાવ્યા. તો પાયલટ સમર્થકોએ કહ્યું કે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. એ પછી બંને વચ્ચે ખેંચાતાણ ચાલુ રહી હતી. ૨૦૨૦માં પાયલટે કેટલાક ધારાસભ્યો સાથે બગાવત કર્યા બાદ ડે. સીએમ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા. જો કે તે પછી પ્રિયંકાની દખલગીરીથી પાયલટની નારાજગી દૂર થઈ હતી.
પાઇલટ-ગેહલોતની આંતરિક બબાલ
૨૦૧૪: પાયલોટ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જૂથ બંધી.
૧૧ ડિસેમ્બર, ૨૦૧૮: ચૂંટણી પરિણામો સાથે ઘમાસાણ શરૂ થયું.
૧૪ ડિસેમ્બર, ૨૦૧૮: રાહુલની દરમિયાનગીરીથી બંને વચ્ચે ઉપર છલ્લું સમાધાન.
૧૭ ડિસેમ્બર, ૨૦૧૮: ગેહલોત સીએમ બન્યા અને પાયલોટ ડેપ્યુટી સીએમ બન્યા.
જુલાઈ ૨૦૨૦: પાયલોટ દોઢ ડઝન ધારાસભ્યો સાથે બળવો કર્યો.
ગેહલોત ૮૦ સમર્થક ધારાસભ્યો સાથે જયપુરની હોટલમાં રોકાયા.