મેટ્રો કનેક્ટિવિટીને કારણે મુંબઈમાં પ્રોપર્ટીના ભાવ આસમાને છે,મુંબઈના મધ્ય અને પશ્ર્ચિમ ઉપનગરોમાં પ્રોપર્ટી માર્કેટમાં મજબૂત માંગ જોવા મળી

નવીદિલ્હી,દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં કનેક્ટિવિટીની સુવિધા અને સુધારણા માટે મેટ્રો નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણ કાર્ય મુંબઈમાં જુદા જુદા તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં મુંબઈમાં કુલ ૨૫૦ કિલોમીટરનું મેટ્રો નેટવર્ક તૈયાર થઈ જશે. મેટ્રોના નિર્માણને કારણે અહીં પ્રોપર્ટીના ભાવ આસમાને છે. ખાસ વાત એ છે કે મુંબઈમાં કનેક્ટિવિટી હોવાને કારણે પહેલા એવા કેટલાક વિસ્તારો હતા જ્યાં પ્રોપર્ટીના ભાવ વધારે હતા. પરંતુ હવે મેટ્રોના નિર્માણને કારણે જે વિસ્તારોમાં મેટ્રોની સુવિધા મળવાની છે ત્યાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થવા લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે દહિસરથી અંધેરી સુધીની નવી મેટ્રો લાઇન આ વર્ષની શરૂઆતમાં જ શરૂ થઈ હતી. મેટ્રોએ સાડા અઢાર કિલોમીટરના અંતરમાં ૭૫% જેટલી બચત કરી છે, તેની અસર પ્રોપર્ટી માર્કેટ પર જોવા મળી રહી છે. નાઈટ ફ્રેક્ધ ઈન્ડિયાના તાજેતરના વિશ્લેષણના ડેટા અનુસાર, મોટાભાગની મિલક્તની નોંધણી પશ્ર્ચિમી ઉપનગરો માટે હતી, જે માર્ચ ૨૦૨૩માં પ્રોપર્ટી માર્કેટમાં ૬૨% હિસ્સો ધરાવે છે.

પાંચ કરોડથી નીચેની મોટાભાગની મિલક્તો આ વિસ્તારોમાં વેચાઈ છે. તે જ સમયે, મધ્ય અને પશ્ર્ચિમી ઉપનગરોના પ્રોપર્ટી માર્કેટમાં તાજેતરના મહિનાઓમાં માંગ મજબૂત થઈ છે. આ એવા વિસ્તારો છે જે કાં તો પહેલાથી જ મેટ્રો સાથે જોડાયેલા છે અથવા ટૂંક સમયમાં મેટ્રો નેટવર્ક દ્વારા જોડવામાં આવશે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, નવી મેટ્રો લાઇનની રજૂઆત પછી, આસપાસના વિસ્તારોમાં વેચાણ લગભગ ૨૫% વધ્યું છે.

મુંબઈમાં પ્રોપર્ટીની વધતી કિંમતો વચ્ચે નાઈટ ફ્રેક્ધ ઈન્ડિયાના ડાયરેક્ટર રિસર્ચ વિવેક રાઠીએ જણાવ્યું હતું કે મુંબઈમાં રૂ. ૨ લાખ કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે, જે બે દાયકામાં સૌથી વધુ છે. ૨૫૦ કિમી માટે મેટ્રો લાઇન બનાવવામાં આવી રહી છે. બાકીના ૨૫૦ કિમી અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે, કોસ્ટલ રોડ, હાર્બર લિંક રોડ. તેનાથી માંગ વધી છે. કનેક્ટિવિટીના કારણે હવે સસ્તી જગ્યાએ પણ કિંમત અને માંગમાં ફેરફાર થશે. લોકો એવી જગ્યાઓ પર પણ પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરશે જ્યાં અત્યાર સુધી બહુ ડિમાન્ડ નહોતી.

બીજી તરફ, આરકે મુંબઈ રિયલ્ટર્સના ડિરેક્ટર રવિ કેવલરામાણીએ મુંબઈમાં પ્રોપર્ટીની વધતી માંગ વિશે જણાવ્યું હતું કે ૨૫% વેચાણ વધ્યું છે, લોકોને મેટ્રોથી અમુક અંતરે પ્રોપર્ટી જોઈએ છે. રહેણાંક અને કૉમર્શિઅલ બંનેની માંગ વધી છે. કનેક્ટિવિટી જબરદસ્ત બની ગઈ છે. એ દિવસો ગયા જ્યારે માત્ર થોડા ભાગોમાં જ પ્રોપર્ટીની ઊંચી માંગ હતી, હવે ત્યાં વધુ વિકલ્પો હશે. આવા વિસ્તારો પણ હવે વધુ સારી રીતે વિકસિત થઈ રહ્યા છે જ્યાં પહેલા મિલક્તની માંગ ઓછી હતી.