સબસીડી વગરના રાંધણ ગેસની કિંમતમાં થયો વધારો

તેલ કંપનીઓ દર મહિને LPG સિલિંડરની કિંમતોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યોમાં ટેક્સ જુદો-જુદો હોય છે અને તે હિસાબે LPGના ભાવમાં અંતર હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14.2 કિલોગ્રામના સબસીડી વિનાના LPG રાધણ ગેસમાં સિલિંડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે પાંચ કિલોગ્રામના નાના સિલિંડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારે કર્યો છે અને 19 કિલોગ્રામના સિલિંડરમાં 36.50 રૂપિયાનો વધારો કર્યો છે.

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ.50નો વધારો કર્યો છે. આ વધારા પછી, દિલ્હીમાં સબસિડી વિનાનાં 14.2 કિલો LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને 694 રૂપિયા થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં 15 દિવસમાં આ બીજો વધારો છે. આ સિવાય 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 36 રૂપિયા વધી ગઈ છે. આજથી નવા ભાવ લાગુ થશે. અગાઉ ઓઇલ કંપનીઓએ 3 ડિસેમ્બરે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો હતો.

દિલ્હીમાં 14.2 કિલો LPG ગેસ સિલિન્ડરની કિંમત વધીને 694 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. અગાઉ તેની કિંમત સિલિન્ડર દીઠ 644 રૂપિયા હતી. તે જ સમયે, તો કોલકાતામાં 720.50 રૂપિયા, મુંબઇમાં 694 રૂપિયા અને ચેન્નઇમાં 710 રૂપિયા કરવામાં આવી છે. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 36નો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરનો દર 1332 રૂપિયા છે. કોલકાતામાં 19 કિલો ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1,387.5 રૂપિયા, મુંબઇમાં 1280 રૂપિયા અને ચેન્નઇમાં 1446.5 રૂપિયા થઈ ગઈ છે.

હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિંડર પર સબસિડી આપે છે. જો ગ્રાહક તેનાથી વધારે સિલિંડર લેવા માંગે તો તેને બજારકિંમતે ખરીદી શકે છે. ગેસ સિલિંડરની કિંમત દર મહિને બદલતી હોય છે. તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેચમાર્ક અને વિદેશી વિનિમય દરમાં ફેરફાર જેવા કારણો નિર્ધારિત હોય છે.