દાહોદ,દાહોદ શહેર મા છેલ્લા કેટલાય દિવસો થી સ્માર્ટ સીટી અંતરગત ચાલતી કામગીરી મા અંડર ગ્રાઉન્ડ ચાલતી કામગીરી પૂર્ણ થઈ જવા આવી છે અને આગળ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ શહેર મા રોડ ઉપર કરવામ આવેલ દબાણો ની ભરમાંલ હોઈ સ્માર્ટ રોડ બનાવવા ના હોય રોડ ઉપર કરવામા આવેલ દબાણ તોડવા પડે અને રોડ પહોલા કરવા માટે રસ્તા પરથી દબાણ હટાવવું પડે જેને લઇ માપણી થઈ ગઈ છે અને દબાણ તોડવું પડશે તોજ દાહોદ શહેરમાં સ્માર્ટ રોડ બનશે અમુક વેપારીએ આમા સહકાર આપવો જોઈયે અને આપણા શહેરને વિકાસના માર્ગે લઇ જવું જોઈએ અને આપણા નરેન્દ્ર મોદીનું સપનું પૂરૂં કરવું જોઈએ.
દાહોદ શહેરના ઓવર બ્રીજ નજીક ગોદી રોડ જતા રસ્તા પર આવેલ ફુડ કોર્ટના માલિકો દ્વારા પોતાની દુકાનોની આગળ પાર્કિગવાળા જગ્યાએ ગેરકાયદે ઓટલાઓ તેમજ પ્લાસ્ટર કરી દેતાં જેને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ ઉદ્ભવવા પામી હતી. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા દાહોદ પ્રાંત અધિકારી સહિત સંલગ્ન તંત્રને લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી હતી. જેને પગલે આજરોજ દાહોદ પ્રાંત અધિકારીની ટીમે પોલીસને સાથે સાથે ગોદી રોડ ઓવરબ્રીજની સાઈડમાં આવેલ ફુડ કોર્ટની દુકાનો તરફ જેસીબી મશીન સાથે ધામા નાંખ્યા હતા અને ફુડ કોર્ટ આગળ પાર્કિંગવાળી જગ્યાએ ગેરકાયદે કરી નાંખવામાં આવેલ ઓટલાઓને જેસીબી મશીનની મદદથી આવા ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યાં હતાં સાથેજ દુકાનોની આગળ કરવામાં આવેલ ગેરકાયદે ઝુકાટોને પણ દુક કરવામાં આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, આ અગાઉ તંત્ર દ્વારા આ ફુડ કોર્ટના માલિકોને ગેરકાયદે દબાણોને તોડી પાડવા માટે વખતો વખત નોટીસો પણ આપવામાં આવી હતી પરંતુ દુકાનદારો દ્વારા નોટીસની અવગણતા કરતાં વહીવટી તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યાં હતાં. આ વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવતાં શહેરના અન્ય વિસ્તારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને અન્ય વેપારીઓ દ્વારા પોતાની જાતે પોતાની દુકાનની આગળ કરી નાંખવામાં આવે ગેરકાયદે દબાણો દુર કરવાની પેરવીઓમાં લાગી ગયાં હતાં.