દાહોદ,દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં 20 થી 25 વર્ષના યુવાન ઓટો રીક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ હાર્ટ અટેક આવતા તે રીક્ષામાં ઢળી પડ્યો હતો. જોકે, ભેગા થયેલા સ્થાનિકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ને બોલાવી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઉપરોક્ત બનાવવામાં મરણ જનાર ઓટો રીક્ષા ચાલક દાહોદના મેમુનનગર ખાતે રહેતો હતો અને તેનું નામ જાકીર શેખ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝાયડસના તબીબોએ આ મરણજનાર ઓટો રીક્ષા ચાલક જાકીર શેખના મૃતદેહને મડદા ઘરમાં ખસેડી દીધો હતો. જોકે બનાવની જાણ મરણ જનાર ઝાકીરના પરિવારજનોને થતા પરિવારજનો પણ દવાખાને દોડી આવ્યા હતા અને રોકકળ મચાવતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.