દાહોદ,દાહોદ જિલ્લામાં જુદા જુદા સમયે અને જુદી જુદી જગ્યાએ હીટ એન્ડ રનની બનેલી બે ઘટનામાં 22 વર્ષીય યુવાન સહીત બ જણા કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી હીટ એન્ડ રનની બે ઘટનાઓ પૈકીની એક ઘટના દાહોદ તાલુકાના ખરેડી ગામે નાળા પાસે રોડ પર ગતરાતના આઠેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ધામરડા ગામના રાહડુંગરી પળિયાના 22 વર્ષીય સુક્રમભાઈ કાળુભાઈ બારીયાની જીજે-20 બીબી-3510 નંબરની યામાહા એફ ઝેઢ મોટર સાયકલને આગળથી ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતાં સુક્રમભાઈ કાળુભાઈ બારીયા મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં તેને માથાના ભાગે હાથે પર તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
આ સંબંધે ધામરડા ગામના મરણજનાર સુક્રમભાઈ બારીયાના મોટા ભાઈ લાલુભાઈ કાળુભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે દાહોદ જિલ્લામાં હીટ એન્ડ રનન બીજી ઘટના ગત મધરાતે લીમીડીથી દાહોદ હાઈવે પર આવેલ પાવડી ગામે રોડ પર બનવા પામી હતી જેમાં એક અજાણ્યો વાહન ચાલક તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતાં રણીયાર ઈનામી ગામના 36 વર્ષીય પ્રકાશભાઈ નાનજીભાઈ ભાભોરની જીજે-20 એએ-0112 નંબરની મોટર સાયકલને ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા પ્રકાશભાઈ ભાભોરને જમણો પગ સાથળ તેમજ પંજામાંથી ભાંગી જતાં તથા માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે વડોદરા ખાતેની અધિક્યુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે રળીયાણ ઈનામી ગામના મરણ જનાર પ્રકાશભાઈ નાનજીભાઈ ભાભોરના પિતા 60 વર્ષીય નાનજીભાઈ ગલજીભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદને આધઝારે લીમડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.