પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી ગુજરાતના ગરીબોને મળી અન્ય ઉપરની નિર્ભરતામાંથી મુકિત

મહીસાગર,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના છે. આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા બી પી એલ કાર્ડ ધારક લાભાર્થી બાબુભાઈ મણીલાલ ભાટિયા જણાવે છે કે, તેઓ હેર કટિંગની દુકાનમાં છુટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના કામમાં આર્થિક અનિશ્ચિતતા રહેલી છે, રોજનું કમાય રોજનું પેટ ભરવા જેવી સ્થિતી છે, એમાંય જો કોઈ દિવસ કામ પર જઈ ન શકાય કે બિમાર પડી જવાય તો એનો વધારાનો ખર્ચ તો ખરો જ પણ રોજીંદા પેટ ભરવાના ખર્ચને પહોંચી વળવા પણ કોઈ બીજા પાસેથી ઉછીના પૈસા લેવાનો વારો આવે, આમ ક્યારેક તો વ્યાજચક્રમાં ફસાઈ જવાનો ડર પણ લાગે. પરંતુ આજે સરકાર દ્રારા સસ્તા અનાજની દુકાન મારફત સતત અને ગુણવત્તાયુક્ત અનાજ જે રીતે પુરૂ પાડવામાં આવે છે તેના થકી પોતાના અને કુટુંબના ભરણ પોષણની ચિંતામાંથી મુક્ત થયા છીએ. પરિસ્થિતી સાથ આપે કે ન આપે પરંતુ સરકારની આ યોજના બે ટંકનું ભોજન તો જરૂર આપશે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા મને હાલના ધોરણે દર મહિને વિનામૂલ્યે ઘઉં 6 કિલો, ચોખા 9 કિલો, દાળ 1 કિલો, ચણા 1 કિલોઅને મોરસ 1 કિલો મળે છે.

સરકારની આ યોજના ખૂબ સારી છે. કોરોના જેવા કપરા સમયે કોણ વાળ કપાવવા આવે ? અને લોકડાઉનના કારણે બહાર નીકળી શકાય તેમ પણ ન હતું, આવી વિશ્ર્વવ તારાજીના સમયે પણ આ યોજનાના કારણે પોતાના અને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતામાંથી મુક્ત રહ્યા છીએતો તેનું કારણ સરકારની આ યોજના થકી આપવામાં આવતી સહાય જ છે. અમે સરકારના હંમેશા આભારી રહીશું.

મહીસાગરના લુણાવાડા ખાતે રહેતા અન્ય એક લાભાર્થી સતીષભાઈ ભટ જણાવે છે કે, તેઓ એપીએલ કાર્ડ ધારક છે. તેઓલગ્ન પ્રસંગમાં રસોઈ કામના કાર્યમાં છુટક મજુરી કરી પોતાનું અને પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે એમની આવક એટલી ઓછી અને અનિચ્ચિતતા ભરી છે કે એટલા પૈસામાં પરિવારનું ભરણપોષણ કરૂં તો અન્ય ખર્ચ ન કરી શકાય અને અન્ય ઘર ખર્ચ કરતું ભરણપોષણમાં પણ લાલા પડે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને વિનામૂલ્યે અનાજ આપવામાં મને મળી રહ્યુ છે. જેના કારણે મને કુંટુંબના ભરણપોષણની ચિંતામાંથી છુટકારો મળ્યો.

ભારત જેવા વિશાળ દેશમાં સરકાર અને પ્રજાના સહયોગથી આપણે આર્થિક ક્ષેત્રે સતત આગળ આવી રહ્યા છે. જીડીપીથી માંડી વ્યકિતગત આવકમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વિશાળ દેશમાં રાતો રાત કોઈ ચમત્કારથી તો બદવાલ નહીં આવે, સરકારના નાના પ્રયાસો અને પ્રજાને પોતીકા માની તેમની સતત ચિંતા કરવાની આ ટેવને કારણે જ આપણે આગળ આવી શકીશું અને ગુજરાતના શાંત અને દ્ધઢ નિશ્ચય ધરાવનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે આ દીશામાં ખુબ જ પ્રસંશનીય કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2022 સુધીમાં મહીસાગર જિલ્લામાં કુલ 1,63,620.89 મેટ્રિક ટન અનાજના જથ્થાનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે, વધુમાં મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં NFSA અને PMGKY અંતર્ગત કડાણા તાલુકામાં 20,915.874 મેટ્રિક ટન, ખાનપુર તાલુકામાં 18,770.069 મેટ્રિક ટન, બાલાસિનોરમાં 25,153.135 મેટ્રિક ટન, લુણાવાડામાં 40,584.757 મેટ્રિક ટન, વિરપુરમાં 17,286.363, તેમજ સંતરામપુર તાલુકામાં 40,910.692 મેટ્રિક ટન એમ કુલ 1,63,620.89 મેટ્રિક ટન અનાજના જથ્થાનું રાહત દરે-વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.