લીમખેડા\લીમખેડા નગરમાં રેલ્વે ગરનાળુ સાંકડુ હોવાથી વર્ષોથી દિવસભર ટ્રાફિકજામની સમસ્યા રહે છે. આ બાબતે લીમખેડા નગર તથા તાલુકાના અગ્રણિઓ દ્વારા ભુતપુર્વ કેન્દ્રિય રાજયમંત્રી અને દાહોદના સાંસદ જયશવંતસિંહ ભાભોરને ટ્રાફિકની સમસ્યા દુર થાય તે માટે રેલ્વે ગરનાળુ પહોળુ અને અથવા તો બાયપાસ રસ્તો બને તે માટે રજુઆતો કરવામાં આવી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજુઆતને ગંભીરતાથી સ્વિકારી કાયમી ઉકેલ લાવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોરે વિજય હોટલ પાસેની રેલ્વે ફાટકમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવા માટે કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રાલયમાંથી મંજુરી મેળવવામાં આવી હતી. આ અંડરપાસનુ સાંસદના હસ્તે 12 એપ્રિેલ રોજ ખાતામુર્હુત કાર્યક્રમ યોજવામાં આવશે.