કાલોલની પંચમહાલ કેળવણી મંડળના 10 ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

કાલોલ,કાલોલની પંચમહાલ પ્રાથમિક કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની માલિકીની પોપટપુરાની સર્વે નં-60/40ની ખેતીની જમીન તા.21 જુન 2021ના રોજ રજીસ્ટર દસ્તાવેજથી 99 વર્ષના ભાડાપટ્ટે ગોધરાના રીઝવાન ઈસ્માઈલ છુંગાને સંયુકત ચેરિટી કમિશનરની પુર્વ મંજુરી મેળવ્યા વગર અપાઈ હતી. જેને પરિણામે ટ્રસ્ટના જાગૃત હિતધારકોએ સંયુકત ચેરિટી કમિટી કચેરી ખાતે રજુઆત કરી હતી. બાદ ચેરિટી કમિ.કચેરી દ્વારા કેળવણી મંડળના ટ્રસ્ટઓને શો કોઝ નોટિસ ફટકારી હતી. નોટિસ મળ્યા બાદ આ ટ્રસ્ટીઓએ તા.27 ઓગસ્ટ 2021ના રોજ ટ્રસ્ટીઓ દ્વારા ચુક દુરસ્તીનો દસ્તાવેજ કરી સુધારો કરી 99 વર્ષના બદલે 10 વર્ષ માટે ભાડાપટ્ટે જમીન આપી હોવાનો જવાબ રજુ કર્યો હતો. કુલ મળીને વડોદરા સ્થિત સંયુકત ચેરિટી કમિ.કચેરીની પુર્વ મંજુર મેળવ્યા વગર જ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ અને કાયદાના નિયમનો ભંગ કર્યો હતો. જે બાબતે ગોધરાની મદદનીશ ચેરિટી કમિશનર કચેરી દ્વારા વડોદરા કચેરી દ્વારા પ્રોસીકયુશનની મંજુરી માંગી હતી. જે મળતા જ ગોધરા ખાતે કાર્યાલય નિરીક્ષક એચ.એચ.મકવાણા દ્વારા એડિ.ચીફ.જયુડિ.મેજી.કાલોલ સમક્ષ ટ્રસ્ટના 10 ટ્રસ્ટીઓ હસમુખભાઈ હિંમતલાલ શાહ, નટવરસિંહ ખુમાનસિંહ ચોૈહાણ, ધર્મેશકુમાર જેઠાલાલ વરીયા, વિમલ કનૈયાલાલ ગાંધી, પૃથ્વીરાજ દિલીપસિંહ મહીડા, રઘુવીરસિંહ નટવરસિંહ ચોૈહાણ, જયેશ શાંતિલાલ પટેલ, સતીશચંદ્ર નટવરલાલ પરીખ, અશ્ર્વિનભાઈ ડી.ગાંધી તથા જયંત કુમાર રતીલાલ મહેતા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.