કાનપુર,કાનપુરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારના કિદવાઈ નગર વિસ્તારમાં ૪૦ થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે ૪ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. આ દુકાનો કાપડ અને ફેન્સી વસ્તુઓની હતી. લોકોએ દુકાનોમાં આગ જોતાં જ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ દુકાનોમાં આગ લાગી હતી.
ગત સપ્તાહે કાનપુરમાં આગની મોટી ઘટના બની હતી. બાંસમંડી વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ૮૦ કલાક બાદ કાબુમાં આવી શકી હતી. ત્યારે એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. ગત રવિવારે રાત્રે જ કિદવાઈ નગર વિસ્તારમાં ૪૦થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ૪ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સાથે જ અન્ય દુકાનોને પણ નુક્સાન થયું છે.સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, અન્યથા મોટી જાનહાનિ થઈ શકી હોત.બીજી તરફ ઉનાળાના આગમનની સાથે જ ખેતરોમાં આગનો ભય પણ વધી ગયો છે. . આને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ ફાયર બ્રિગેડને એલર્ટ મોડ પર મૂકી દીધું છે, જેથી ગમે ત્યાં આગની જાણ થતાં જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકે અને ભારે નુક્સાનથી બચાવી શકાય. ૪૦ થી વધુ દુકાનોમાં આગની ઘટના અંગે માહિતી આપતા એસીપી બાબુપુરવાએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ તેની તપાસમાં લાગેલી છે. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.