દલાઈ લામાએ બાળકને ક્સિ કરવા બદલ માફી માગી,ધર્મગુરુ ઘણીવાર લોકો સાથે નિર્દોષ અને રમૂજી અંદાજમાં મજાક કરતા રહે છે

નવીદિલ્હી,આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ સોમવારે એટલે કે આજે બાળકને ક્સિ કરવા બદલ માફી માગી લીધી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે જો તેમના શબ્દોથી બાળક કે તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માગે છે. દલાઈ લામાએ કહ્યું હતું કે તેઓ વિશ્ર્વભરના તેમના તમામ સમર્થકોની માફી માગે છે.

ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે- દલાઈ લામા ઘણીવાર લોકો સાથે નિર્દોષ અને રમૂજી રીતે ટીખળ કરે છે. અનેકવાર જાહેરમાં અને વીડિયોમાં પણ સામે આવ્યું છે. જોકે આ ઘટના પર તેઓ માફી માગી રહ્યા છે. વીડિયો કયા સમયનો છે અને આ ઘટના ક્યારે બની છે એની જાણકારી હજુ સુધી સામે આવી નથી. દલાઈ લામાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક બાળક ધર્મગુરુના આશીર્વાદ લેવા આવ્યું હતું. દલાઈ લામાએ બાળકને હોઠ પર ક્સિ કરી. એ પછી તેમણે જીભ બહાર કાઢી. દલાઈ લામાએ બાળકને પૂછ્યું, શું તું આ જીભને ક્સિ કરી શકે છે?

આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કહ્યું હતું કે આધ્યાત્મિક ગુરુનું આ વર્તન ઘૃણાજનક છે. એક યુઝરે લખ્યું- દલાઈ લામાનું આવું વર્તન જોઈને હું ચોંકી ગયો છું. આ પહેલાં પણ તેઓ સેક્સિસ્ટ કમેન્ટ પર માફી માગી ચૂક્યા છે, પરંતુ એક બાળકને આ પ્રકારની વાત કહેવી ખૂબ જ ઘૃણાજનક છે.એક યુઝરે લખ્યું- કોઈપણ બાળકને આવી સ્થિતિમાં ન મૂકવું જોઈએ. દલાઈ લામા વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યૂઅલ ઑફેન્સ હેઠળ કેસ નોંધવો જોઈએ.

૨૦૧૫ની મુલાકાતમાં દલાઈ લામાએ કહ્યું હતું કે તેમની ઉત્તરાધિકારી એક મહિલા હોઈ શકે છે, પરંતુ તે ખૂબ જ આકર્ષક હોવી જોઈએ. જોકે આ નિવેદન પછી દલાઈ લામાએ માફી માગી લીધી હતી. એક સ્ટેટમેન્ટ ત્યારે પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે – દલાઈ લામાનો ઈરાદો કોઈને દુ:ખ પહોંચાડવાનો નહોતો. તેમના નિવેદનથી લોકોને ઘણું દુ:ખ થયું છે અને તેઓ એના માટે માફી માગે છે. કેટલીકવાર આવી ટિપ્પણીઓ કરવામાં આવે છે, જેને અમુક સંસ્કૃતિમાં મજાક તરીકે લેવામાં આવે છે, પરંતુ જ્યારે અન્ય સંસ્કૃતિના લોકો એને જુએ છે ત્યારે આવી ઘટનાઓને મજાક તરીકે લેવામાં આવતી નથી.

દલાઈ લામાએ પહેલીવાર ૧૯૯૨માં આ ટિપ્પણી કરી હતી. પછી તેમણે વોગ મેગેઝિનના ફ્રેન્ચ એડિટર સામે પણ આ જ નિવેદન આપ્યું. એ પછી ૨૦૧૪માં અમેરિકન ટેલિવિઝન પ્રસ્તુતર્ક્તા લેરી કિંગે, ૨૦૧૫માં BBCને આપેલા ઇન્ટરવ્યુમાં અને ફરીથી ૨૦૧૯માં, દલાઈ લામાએ BBC  પત્રકાર રજની વૈદ્યનાથનને આપેલા ઇન્ટરવ્યુમાં સમાન નિવેદનનું પુનરાવર્તન કર્યું.

દલાઈ લામાનો બચાવ કરનારા કેટલાક લોકો કહે છે કે આ તિબેટિયન પ્રથા છે. જે કોઈને માન બતાવવા માટે આમ કરવામાં આવે છે. જોકે જ્યારે આ સંબંધિત અહેવાલો જોયા તો જાણવા મળ્યું કે રિવાજ મુજબ લોકો તેમની જીભ બતાવીને સ્વાગત કરે છે. આમાં જીભ પર ક્સિ કરવા જેવી કોઈ વાત નથી.એક અહેવાલ મુજબ તિબેટમાં જીભ બતાવીને કોઈનું સન્માન કરવાનો રિવાજ છે. ૯મી સદીથી અહીં આ પ્રથા ચાલી રહી છે. આવું ત્યારથી ચાલી રહ્યું છે, જ્યારે લાંગ દર્મા નામના રાજાનું શાસન હતું. તેની જીભ કાળા રંગની હતી. આ રાજાને લોકો પસંદ કરતા નહીં. તિબેટના લોકો માને છે કે રાજાનો પુનર્જન્મ થયો છે. તેથી કોઈ વ્યક્તિ તેના આગલા જન્મમાં આ રાજા તો નહોતો ને, એ સાબિત કરવા માટે જીભ બતાવવામાં આવે છે. જોકે આ અહેવાલમાં કે અન્ય કોઈ અહેવાલમાં જીભ પર ક્સિ કરવાની વાત લખાઈ નથી.