આઇપીએસ આઇએએસ જેવા વહીવટી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું પ્રમાણ ઘણું ઓછું

વડોદરા,વડોદરામાં લેઉઆ પટેલ સમાજના છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે પાટીદારો શિક્ષણ અને નોકરી ક્ષેત્રે ઘણા આગળ છે. પરંતુ વહીવટી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું પ્રમાણ ઘણું ઓછું છે. આમ તો પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે સમૃદ્ધ છે. પરંતુ આઇપીએસ,આઇએએસ કે ક્લાસ ૧-૨ જેવી ટોચની વહીવટી પોસ્ટ પર અન્ય સમાજના લોકો બેઠા છે. તેમાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ બહું ઓછું છે. આ મહત્વનું નિવેદન આપ્યું છે, ગુજરાતના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે. વડોદરામાં લેઉઆ પટેલ સમાજના છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે પાટીદારો શિક્ષણ અને નોકરી ક્ષેત્રે ઘણા આગળ છે. પરંતુ વહીવટી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું પ્રમાણ ઘણું ઓછું છે.

તેમણે કહ્યું કે ક્લાસ ૧-૨ની પોસ્ટ હોય કે પછી આઇએએસ,આઇપીએસ જેવી વહીવટી ચાવીરૂપ જગ્યાઓ હોય છે તેમાં પાટીદારો નથી. વહીવટી ક્ષેત્રના આવા ટોચના હોદ્દાઓ પર અન્ય સમાજના લોકો બેઠા છે. વહીવટ જે કરે છે તે એ લોકો કરે છે. રાઘવજી પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજના યુવાનો વહીવટી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાઓ પર આવે તે માટે સમાજ તાલીમ વર્ગોથી લઇને આર્થિક મદદ સહિતની સુવિધાઓ પૂરી પાડવા આગળ આવે તે જરૂરી છે. તો બીજી તરફ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ૠષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી. સાથે જ તેમણે ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.

વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હતો ત્યારે કોઇ વેક્સિન લેવા આવતું ન હતું.