પ્રિયંકાએ પુત્રી માલતી સાથે ઇસ્ટરની ઉજવણી કરી :સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

મુંબઇ,પ્રિયંકા ચોપરા પુત્રી અને પતિ નિક સાથે યુએસ પરત ફરી છે. અમેરિકન સમય અનુસાર, રવિવારે ઇસ્ટરના અવસર પર પ્રિયંકાએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેની સાથે તેની પુત્રી માલતીની ઝલક પણ જોવા મળી રહી છે. શેર કરેલી તસવીરોમાં પ્રિયંકા તેની પુત્રી સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકાએ કુલ ૫ ફોટા શેર કર્યા છે. પ્રથમ ફોટોમાં પ્રિયંકા અને માલતી એક્સાથે જોવા મળે છે. બીજા ફોટામાં, મા-દીકરી સમાન પોશાકમાં જોવા મળે છે. ત્રીજા અને ચોથા ફોટામાં માલતી મસ્તીમાં રમતી જોવા મળે છે. છેલ્લા ફોટામાં માલતી ઘરના બગીચામાં જોઈ શકાય છે, જેમાં તેના બે પાલતુ કૂતરા પણ જોવા મળે છે.

કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, ’ઈસ્ટર સન્ડે.’ સોશિયલ મીડિયા પર મા-દીકરીની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ચાહકે કેપ્શનમાં લખ્યું, ’અમે બેબી માલતીનો આખો ચહેરો જોવા માંગીએ છીએ.’ અન્ય એક ચાહકે લખ્યું, ’મેરી માલતીને ઈસ્ટરની શુભેચ્છાઓ.’ ત્રીજા ફેને લખ્યું, ’વાહ માલતી દિવસે ને દિવસે મોટી થઈ રહી છે.’