બોની કપૂરની કારમાંથી લાખો રૂપિયાના ચાંદીના વાસણો મળ્યા

બેંગલુર,બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂર મોટી મુશ્કેલીમાં ફસાયેલા દેખાઈ રહ્યા છે. કર્ણાટક ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ દરમિયાન જે કારમાંથી ૩૯ લાખ રૂપિયાના ચાંદીના વાસણો જપ્ત કર્યા હતા તે બોની કપૂરના નામે રજીસ્ટર છે. તપાસ દરમિયાન જ્યારે કારના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો તેણે કબૂલાત કરી કે આ વાસણો કપૂર પરિવારના જ છે. પરંતુ આ વાસણો ચેન્નાઈથી મુંબઈ લઈ જવામાં આવી રહ્યા હતા.

અધિકારીઓએ કથિત રીતે ચાંદીના બાઉલ, ચમચી, પાણીના ગાલ્સ અને પ્લેટો જપ્ત કરી હતી. જેની અંદાજિત કિંમત ૩૯ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ડ્રાઈવર હરિસિંહની પૂછપરછ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે જપ્ત કરાયેલ બીએમડબ્લ્યુ કાર બોની કપૂરની કંપની બેવ્યુ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડમાં નોંધાયેલી છે. જ્યારથી આ વાસણોના દસ્તાવેજો ડ્રાઈવર પાસેથી પૂછવામાં આવ્યા ત્યારથી તે કોઈ જવાબ આપી શક્યો ન હતો. જે બાદ અધિકારીઓએ ડ્રાઈવર હરિસિંહ વિરુદ્ધ દાવણગેરે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

જણાવી દઈએ કે તપાસ દરમિયાન મળી આવેલા ચાંદીના વાસણો ચૂંટણી અધિકારીઓએ જપ્ત કરી લીધા છે. તેમની બજાર કિંમત લગભગ ૩૯ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ચાંદીના વાસણો બોની કપૂરના પરિવારના છે કે કેમ. જો કે બોની કપૂરની અત્યાર સુધી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેમને સમન્સ મોકલવામાં આવી શકે છે.